12 કેરીના 1.20 લાખ: જાણો કેમ આ વ્યક્તિએ 8 વર્ષની બાળકીને કેરી માટે ચૂકવ્યા આટલા બધા રૂપિયા

|

Jun 29, 2021 | 4:08 PM

જમશેદપુરમાં એક એવી ઘટના બની છે જેને જાણીને તમે ભાવુક થઇ જશો. ફળ વેચતી એક બાળકી પાસે મોબાઈલના હોવાથી ઓનલાઈન શિક્ષણ બંધ થઇ ગયું. અને પછી શું થયું જાણો.

12 કેરીના 1.20 લાખ: જાણો કેમ આ વ્યક્તિએ 8 વર્ષની બાળકીને કેરી માટે ચૂકવ્યા આટલા બધા રૂપિયા
કેરી (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

ઝારખંડના જમશેદપુરમાં એક એવી ઘટના બની છે જેને જાણીને તમને સૌને આશ્ચર્ય સાથે સુખદ લાગણીનો અનુભવ થશે. જી હા વાત જાણે એમ છે કે જમશેદપુરમાં 8 વર્ષની બાળકી માટે દેવદૂત બનીને એક બિઝનેશમેન આવ્યા. લોકડાઉન દરમિયાન કેરી વેચીને પૈસા કમાતી એક બાળકીની બધી જ તકલીફો દુર થઇ ગઇ જ્યારે તેની મુલાકાત નરેન્દ્ર હેટે સાથે થઇ. નરેન્દ્ર હેટેએ તેની પાસેથી 12 કેરી ખરીદી તે પણ 1.20 લાખ રૂપિયાના ભાવે.

જમશેદપુરમાં કેરી વેચતી બાળકીની મદદ કરવા નરેન્દ્ર હેટેએ તેની પાસેથી 1 લાખ અને વીસ હજાર રૂપિયાની 12 કેરી ખરીદી છે. આ પૈસાથી બાળકીએ ભણવા માટે એક ફોન ખરીદ્યો છે, જેથી તે ઓલાઇન અભ્યાસ કરી શકે. બાળકીએ જણાવ્યું કે તેની શાળા કોરોના દરમિયાન બંધ હતી અને હવે ફક્ત ઓનલાઇન અભ્યાસ ચાલુ છે, પરંતુ તેની પાસે ફોન ન હોવાને કારણે તે અભ્યાસ કરી શકતી નથી.

12 કેરીના 1.20 લાખ રૂપિયા 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ બાળકીની વ્યથા વાયરલ થઇ હતી. અને તેને જોઇને એક કંપનીના વાઈસ ચેરમેન નરેન્દ્ર હેટે મદદ માટે આગળ આવ્યા. બાળકીનું નામ છે તુલસી કુમારી. અને તેને એક કંપનીના ડિરેક્ટર અને તેમના પુત્ર અમેયા હેટેએ મદદ કરી. અમૈયા હેટે તુલસી પાસેથી 12 કેરી ખરીદી અને એક કેરીની કિંમત દસ હજાર રૂપિયા ચૂકવી. આ રીતે તેણે તુલસીને 1.20 લાખ રૂપિયા ચુકવ્યા.

અભ્યાસ અટકી ગયો હતો

તુલસીનું ઓનલાઈન શિક્ષણ બંધ હતું. અને આ કારણે તેનો અભ્યાસ અટકી ગયો હતો. પરંતુ બાળકી માટે દેવદૂત બનીને આવેલા આ બિઝનેશમેને તેને ફોન અપાવડાવ્યો અને આગામી બે વર્ષ માટે ઇન્ટરનેટની સુવિધા પણ અપાવડાવી. જેથી બાળકી ભણીને તેનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. આ દરમિયાન નરેન્દ્ર હેટે અને તેમના પુત્ર અમેયાએ ખુશી જાહેર કરતા કહ્યું કે હવે તુલસી ફરી ભણી શકશે.

તુલસીનો પરિવાર થયો ભાવુક

વાત કરીએ તુલસીની. તો આ મદદ માટે તુલસીના પિતા શ્રીમાલ કુમારે કહ્યું કે નરેન્દ્ર આ સમયે તેમના માટે ભગવાન બનીને આવ્યા છે. હવે તેમની દીકરી આગળ ભણીJamshedpur businessman buy 12 mangoes for 1.25 lakh rupees from a 8 years old girl શકશે. તુલસીની માતા પદ્મની દેવી પણ ભાવુક થઇ ગયા અને તેમણે નરેન્દ્ર હેટેનો આભાર માન્યો. બીજી તરફ હવે તુલસીનો હરખ માતપ નથી. તે ખુશ છે કે હવે તે આગળ ભણી શકશે. તેણે કહ્યું કે હવે તેને કેરીઓ નહીં વેચવી પડે. સાથે કહ્યું કે કેરી એટલી મીઠી હશે કે તેણે મારું જીવન બદલી દેશે મને ખબર જ ન હતી.

 

આ પણ વાંચો: Instagram પર પોસ્ટ મુકવાના કરોડો! જાણો આ મોટા સ્ટાર્સ જાહેરાતની પોસ્ટ મુકવાનો કેટલો લે છે ચાર્જ

આ પણ વાંચો: મંગેતરનાં બાળકની માતા બનશે ‘સ્લમડોગ મિલિયોનર’ ફેમ ફ્રીડા પિન્ટો, શેર કરી સુંદર તસ્વીર

Next Article