જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા અથડામણ

|

Sep 28, 2019 | 11:39 AM

કાશ્મીરમાં સેના દ્વારા કાર્યવાહીથી ડરેલા આતંકી લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા હતા. જેમાંથી 5 લોકોને મુક્ત કરાવ્યા છે. જો કે 1 વ્યક્તિ હજુ પણ આતંકીઓના કબજામાં છે. તો બીજી તરફ ગાંદરબલમાં પણ આતંકીઓ સાથે અથડામણ થઈ છે. જેમાં 3 આતંકીઓને ઠાર […]

જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા અથડામણ
પ્રતીકાત્મક તસવીર

Follow us on

કાશ્મીરમાં સેના દ્વારા કાર્યવાહીથી ડરેલા આતંકી લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા હતા. જેમાંથી 5 લોકોને મુક્ત કરાવ્યા છે. જો કે 1 વ્યક્તિ હજુ પણ આતંકીઓના કબજામાં છે. તો બીજી તરફ ગાંદરબલમાં પણ આતંકીઓ સાથે અથડામણ થઈ છે. જેમાં 3 આતંકીઓને ઠાર મરાયા. તો શ્રીનગરમાં આતંકીઓ દ્વારા સેનાના જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓની હરકતોને જોતા શ્રીનગરમાં સેના દ્વારા સુરક્ષા વધારી દેવાઈ છે. સાથે શ્રીનગર સહિતન અનેક વિસ્તારમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જમ્મુ-કાશ્મીરના બટોત વિસ્તારમાં આતંકીઓ એક ઘરમાં ઘૂસ્યા હતા. અને લોકોને કેદ બનાવ્યા હતા. આ ઘટના બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોડિંગ કરી લીધો હતો. માહિતી અનુસાર 5 આતંકીઓ ગ્રેનેડના હુમલા બાદ ઘરમાં ઘૂસ્યા હતા. સેનાના જવાનોએ તેનો પીછો કર્યો હતો. અને તેમને ટ્રેસ કરી લીધા હતા. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકી વચ્ચે ફાયરિંગ શરૂ થઈ જેમાં આતંકીઓને ઠાર મરાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:35 am, Sat, 28 September 19

Next Article