jammu Kashmir: રાહુલ ભટ્ટની હત્યા પર ખીણમાં ઉકળતો ચરૂ, સુરક્ષા દળોએ ઘટનામાં સામેલ લશ્કરના ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીર (jammu kashmir)ના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદી(Encounter)ઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.

jammu Kashmir: રાહુલ ભટ્ટની હત્યા પર ખીણમાં ઉકળતો ચરૂ, સુરક્ષા દળોએ ઘટનામાં સામેલ લશ્કરના ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા
Security forces kill three Army militants involved in Rahul Bhatt's assassination
Follow Us:
| Updated on: May 13, 2022 | 6:05 PM

jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના બેરાર અરગામ વિસ્તારમાં શુક્રવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વાસ્તવમાં કાશ્મીરી પંડિત(Kashmiri Pandit) સમુદાયમાંથી આવતા સરકારી કર્મચારી રાહુલ ભટની (Rahul Bhat) બડગામમાં આ ત્રણ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદથી આતંકીઓ ફરાર હતા. આ પછી પોલીસને બાંદીપોરામાં આ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સેના અને પોલીસની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આતંકીઓને ચારેય બાજુથી ઘેરી લીધા. તે જ સમયે, આતંકવાદીઓએ સુરક્ષા દળોને જોઈને ગોળીબાર શરૂ કર્યો, જે પછી જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

પોલીસે જણાવ્યું કે બાંદીપોરામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના રહેવાસી હતા. આ આતંકવાદીઓ તાજેતરમાં જ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરીને અહીં પહોંચ્યા હતા. સુરક્ષા દળોને બેરાર અરગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી પોલીસ અને સેનાના જવાનોએ તત્પરતા દાખવતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલા હોવાની માહિતી મળતા જ આતંકવાદીઓ ગભરાઈ ગયા અને તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી, જેમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા.

જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

રાહુલ ભટ્ટને ગુરુવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા શહેરમાં તહસીલ ઓફિસમાં ઘૂસ્યા બાદ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ભટ્ટને 2010-11માં સ્થળાંતર કરનારાઓ માટેના વિશેષ આયોજન પેકેજ હેઠળ કારકુન તરીકે સરકારી નોકરી મળી હતી. ભટ્ટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યોએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના ભાઈ સનીએ બંટલાબ સ્મશાનગૃહમાં રાહુલ ભટ્ટની ચિતા પ્રગટાવી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

લેફ્ટનન્ટ ગવર્નર પરિવારના સભ્યોને મળ્યા

બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારી રાહુલ ભટ્ટના પરિવારના સભ્યોને મળ્યા અને તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું. સિન્હાએ કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને આ ઘૃણાસ્પદ કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડશે. તેણે ટ્વીટ કર્યું, ‘રાહુલ ભટ્ટના પરિવારને મળ્યો અને પરિવારને ન્યાયની ખાતરી આપી. દુ:ખની આ ઘડીમાં સરકાર રાહુલ ભટના પરિવારની સાથે છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">