AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-kashmir: પુલવામા પોલીસને મળી મોટી સફળતા, લશ્કરના આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો જપ્ત

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાની પોલીસને મોટી સફળતા મળી છે. તેણે CRPF સાથે મળીને એક આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકીની ઓળખ વકાર બશીર ભટ તરીકે થઈ છે.

Jammu-kashmir: પુલવામા પોલીસને મળી મોટી સફળતા, લશ્કરના આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો જપ્ત
Jammu Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 10:23 PM
Share

Sri Lanka Crisis: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાની (Pulwama police) પોલીસને મોટી સફળતા મળી છે. તેણે CRPF સાથે મળીને એક આતંકવાદી (Hybrid Terrorist) અને તેના સહયોગીની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકીની ઓળખ વકાર બશીર ભટ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે બંને લશ્કર-એ-તૈયબા (LeT Pakistani handler)ના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા હતા. આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, તેમજ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી પણ મળી આવી છે. જણાવી દઈએ કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા ઝડપી કાર્યવાહીમાં ન માત્ર એક આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની યોજનાઓ નિષ્ફળ બનાવી હતી.

આતંકવાદીઓ પર સતત કાર્યવાહી કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, ઘાટીમાં હાઈબ્રિડ આતંકવાદીઓની સંખ્યા સતત વધી રહી છે. ગયા મહિને 25મીએ સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના એક માણસ અને તેના સહયોગીની ધરપકડ કરી હતી, જેઓ પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે, ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ રઈસ અહેમદ મીર નામના એક શકમંદની ધરપકડ કરી અને તેની પાસેથી પિસ્તોલ અને કારતુસ જપ્ત કર્યા. પ્રારંભિક પૂછપરછ દરમિયાન, શંકાસ્પદ વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે, તેને પમ્પોર શહેરમાં ઓછામાં ઓછા બે સ્થળાંતર મજૂરોને મારવા માટે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી (કોડ નેમ હાજી) પાસેથી પિસ્તોલ અને કારતુસ સાથે નિર્દેશો મળ્યા હતા.

તેણે કહ્યું કે, હુમલો કર્યા બાદ મીરને આતંકવાદી તરીકે ભરતી કરવાનું વચન આપવામાં આવ્યું હતું. મીરે તેના મિત્ર શાકિર હમીદ ભટની મદદ લીધી હતી જેથી લક્ષ્યોને ઓળખી શકાય અને હુમલો કરવા માટે મોટરસાઇકલની વ્યવસ્થા કરી શકાય.

ઘાટીમાં હાઇબ્રિડ આતંકવાદીઓની સંખ્યા સતત વધી રહી છે

વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં સંકર આતંકવાદીઓની સંખ્યા સતત વધી રહી છે. હાઈબ્રીડ આતંકવાદીઓ તે છે જેમને આતંકવાદી જૂથો દ્વારા માત્ર એક કે બે મિશન પાર પાડવા માટે લાવવામાં આવે છે. આતંકવાદી જૂથો દ્વારા આ આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવામાં આવે છે. પછી તેઓ સ્ટેન્ડબાય મોડ પર મૂકવામાં આવે છે. જ્યારે આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો વારો આવે છે ત્યારે જોડવામાં આવે છે. જણાવી દઈએ કે ઘાટીમાં હાઇબ્રિડ આતંકવાદીઓ સતત રાજકીય કાર્યકરો, નાગરિકો અને લઘુમતી સમુદાયના લોકોને નિશાન બનાવી રહ્યા છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">