AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ‘ઓપરેશન અશદર’ સફળ: 5 મોટા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકવાદી યાસિર ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 3 દિવસ ચાલેલા 'ઓપરેશન અશદર' એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી યાસિર માર્યો ગયો છે. તે ડેરા કી ગલી અને પૂંછમાં વાયુસેનાના કાફલા પર થયેલા હુમલા સહિત 5 મોટા આતંકી ષડયંત્રોમાં સામેલ હતો.

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ‘ઓપરેશન અશદર’ સફળ: 5 મોટા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકવાદી યાસિર ઠાર
| Updated on: Sep 05, 2026 | 9:54 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષાદળોને મોટી સફળતા સાંપડી છે. સુરક્ષાદળોએ સંયુક્ત ‘ઓપરેશન અશદર’ (Op Ashdar) દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં એક મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ યાસિર તરીકે થઈ છે, જે મૂળ પાકિસ્તાનનો રહેવાસી હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલો હતો.

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, યાસિર જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષાદળો પર થયેલા અનેક મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો. પ્રાથમિક માહિતી મુજબ, તેનું નામ ઓછામાં ઓછા પાંચ મોટા આતંકી હુમલાઓ સાથે સીધું જોડાયેલું હતું, જેમાં સેના અને એરફોર્સના જવાનો સહિત નાગરિક પોર્ટર પણ શહીદ થયા હતા. લાંબા સમયથી ઘાટીમાં આતંકી નેટવર્ક ચલાવી રહેલા યાસિરનું એન્કાઉન્ટર સુરક્ષા એજન્સીઓ માટે ઘણી મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

3 દિવસ ચાલ્યું ભીષણ ઓપરેશન

સુરક્ષાદળોને બાતમી મળી હતી કે બારાગાંવના ગાઢ જંગલોમાં આતંકવાદીઓનું એક મોટું જૂથ છુપાયેલું છે. પાક્કી ગુપ્ત માહિતીના આધારે ત્રણ દિવસ અગાઉ જ્યારે ઘેરાબંધી કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે આતંકીઓ જંગલના ઊંડાણમાં ભાગી ગયા હતા.

ત્રણ દિવસ સુધી ચાલેલા સતત સર્ચ ઓપરેશન અને ભીષણ ગોળીબાર બાદ જવાનોએ યાસિર નામના પાકિસ્તાની આતંકીને ઠાર કરી દીધો હતો. જોકે, તેની સાથે રહેલા કેટલાક સાથી આતંકીઓ ગાઢ જંગલનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા છે.

સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું

યાસિરના માર્યા ગયા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કડક કરીને સર્ચ ઓપરેશનનો વ્યાપ વધારી દીધો છે. ભાગી છૂટેલા બાકીના આતંકીઓને શોધવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે.

આ 5 મોટા આતંકી હુમલાઓમાં સામેલ હતો યાસિર:

  • 4 મે 2024 (ધનાશાહ સિતાર, પૂંછ): ભારતીય વાયુસેના (IAF) ના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલો, જેમાં એક એરફોર્સ જવાન શહીદ થયા હતા.
  • 11 ઓક્ટોબર 2021 (ભટ્ટા દુર્રિયાં, પૂંછ): સેના પર થયેલા આતંકી હુમલામાં 9 જવાનો વીરગતિ પામ્યા હતા.
  • 25 ઓક્ટોબર 2024 (બૂટા પથરી, બારામુલ્લા): સેનાના વાહન અને સિવિલિયન પોર્ટરને નિશાન બનાવ્યા, જેમાં બે જવાનો અને બે પોર્ટર શહીદ થયા હતા.
  • 20 એપ્રિલ 2023 (ભટ્ટા દુર્રિયાં, પૂંછ): સેનાના વાહન પર થયેલા હુમલામાં સેનાના 5 બહાદુર જવાનો શહીદ થયા હતા.
  • 21 ડિસેમ્બર 2023 (ડેરા કી ગલી, પૂંછ): સેનાના કાફલા પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 4 જવાનો શહીદ થયા હતા.

તમારા ઘરે નકલી સોલાર પેનલ તો નથી લાગી રહીને? માત્ર 2 મિનિટમાં આ રીતે ઓળખો અસલી ‘DCR’ પેનલ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">