જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા ડ્રાઇવર, કઠુઆથી જમ્મુ સુધી ચલાવી બસ

|

Dec 24, 2020 | 8:20 PM

જમ્મુ કાશ્મીરને ગુરુવારે તેની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર મળી, જેણે કઠુઆથી જમ્મુ જઇ રહેલી મુસાફરો ભરેલી એક ખાનગી બસ ચલાવી હતી.કઠુઆ જિલ્લાના  બાસોહલીના  આંતરિયાળ વિસ્તારમાં  રહેતી પૂજા દેવીએ ગુરુવારે કઠુઆથી જમ્મુથી મુસાફરો ભરેલી એક ખાનગી બસ ચલાવી હતી. પત્રકારો સાથે વાત કરતા પૂજાએ જણાવ્યું હતું કે તે કિશોર વયથી જ કાર અને બસો પ્રત્યે ઉત્સાહી […]

જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા ડ્રાઇવર, કઠુઆથી જમ્મુ સુધી ચલાવી  બસ

Follow us on

જમ્મુ કાશ્મીરને ગુરુવારે તેની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર મળી, જેણે કઠુઆથી જમ્મુ જઇ રહેલી મુસાફરો ભરેલી એક ખાનગી બસ ચલાવી હતી.કઠુઆ જિલ્લાના  બાસોહલીના  આંતરિયાળ વિસ્તારમાં  રહેતી પૂજા દેવીએ ગુરુવારે કઠુઆથી જમ્મુથી મુસાફરો ભરેલી એક ખાનગી બસ ચલાવી હતી.

જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર : પૂજા દેવી

પત્રકારો સાથે વાત કરતા પૂજાએ જણાવ્યું હતું કે તે કિશોર વયથી જ કાર અને બસો પ્રત્યે ઉત્સાહી હતી અને તેમને ચલાવવાનું  સપનું હતું.તેમણે કહ્યું કે “આજકાલ, સ્ત્રીઓ જેટ વિમાનો અને લડાઇ વિમાન ઉડતી હોય છે. હું એ માન્યતાને તોડવા માંગુ છું કે ફક્ત પુરુષો જ  બસ ચલાવી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પૂજાએ સૌ પ્રથમ  ઓટોરીક્ષા ચલાવવાની શરૂઆત કરી અને પછી મિની બસ ચલાવી હતી.બસના માલિકે તેની ડ્રાઇવિંગની  કુશળતામાં વિશ્વાસ દર્શાવ્યો હતો તેમણે ઉમેર્યું, “હું આ વ્યવસાયને પસંદ કરું છું અને મારા પુરૂષ સાથીદારો દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.”

Published On - 8:15 pm, Thu, 24 December 20

Next Article