Jammu-Kashmir Encounter: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

|

Jul 14, 2021 | 9:16 AM

જમ્મુ અને કાશ્મીર પોલીસ દળની સંયુક્ત ટીમ પર છુપાયેલા આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા.

Jammu-Kashmir Encounter: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
Encounter underway between terrorists and security forces in Pulwama

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામા જિલ્લામાં (Pulwama District) બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં 2 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. એન્કાઉન્ટર સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ દળની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી રહી હતી. એવામાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી ગોળીબાર શરૂ કરી દીધો હતો અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ ફસાય હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 3 અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. દળનું ઓપરેશન હજુ ચાલુ છે.

મહત્વનું છે કે, આ અગાઉ 8 મી જુલાઈએ પુલવામામાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. હિંજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર બુરહાન વાનીની હત્યાના 5 વર્ષ પૂરા થવા પર ગુરુવારે ખીણના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. તે જ દિવસે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કિફાયત રમઝાન સોફી અને અલ બદ્રના ઇનાયત અહેમદ ડાર તરીકે કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: સરકારેનો હિતકારી નિર્ણય: Oximeter અને Thermometer જેવા જરૂરી સામાનમાં લૂંટ થશે બંધ, સસ્તો થશે સામાન

આ પણ વાંચો: Ahmedabad : BRTS બસે એક્ટિવા ચાલકને મારી ટક્કર, ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

Published On - 8:41 am, Wed, 14 July 21

Next Article