Jammu Kashmir: શ્રીનગરના હૈદરપોરામાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો

|

Nov 15, 2021 | 7:41 PM

હવે આતંક સામેની આ બદલાયેલી રણનીતિને સફળ બનાવવાની જવાબદારી BSFને સોપવામાં આવી છે. 14 વર્ષ બાદ BSF ફરી આતંકનો ખાત્મો કરવા મેદાનમાં આવ્યું છે.

Jammu Kashmir: શ્રીનગરના હૈદરપોરામાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો
Encounter In Jammu And Kashmir - File Photo

Follow us on

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં (Encounter In Jammu And Kashmir) એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. આ પહેલા રવિવારે શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે સાંજે નવાકદલના જમાલતા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

BSFને સોપવામાં આવી રણનીતિને સફળ બનાવવાની જવાબદારી
હવે આતંક સામેની આ બદલાયેલી રણનીતિને સફળ બનાવવાની જવાબદારી BSFને સોપવામાં આવી છે. 14 વર્ષ બાદ BSF ફરી આતંકનો ખાત્મો કરવા મેદાનમાં આવ્યું છે. હવે કાશ્મીર ઘાટીમાં આતંકીઓને કબરમાં દફનાવવામાં આવશે તે નિશ્ચિત છે. હવે કાશ્મીરમાં આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ફરીથી BSFનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં BSFની બે ડઝન કંપનીઓ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવી રહી છે.

દરેક બીએસએફ કંપનીમાં સામાન્ય રીતે 90 થી 100 અધિકારીઓ અને જવાનો હોય છે. BSF શ્રીનગર, પુલવામા, શોપિયાં, અનંતનાગ, ગાંદરબલ, કુલગામ અને બારામુલ્લામાં તૈનાત છે. જમ્મુ અને કાશ્મીરમાં બીએસએફની તૈનાતી મહત્વની છે કારણ કે બીએસએફનો આતંકવાદીઓ સામેની કાર્યવાહીનો રેકોર્ડ સારો રહ્યો છે અને બીએસએફ પાસે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનનો જૂનો અનુભવ પણ છે.

30 સપ્ટેમ્બર 2021 સુધી 117 આતંકવાદીઓ માર્યા ગયા
આ વર્ષે 1 જાન્યુઆરી 2021 થી 30 સપ્ટેમ્બર 2021 સુધી, જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 117 આતંકવાદીઓ માર્યા ગયા. આ દરમિયાન 254 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓ પાસેથી 105 એકે-47, 126 પિસ્તોલ અને 276 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં પણ સુરક્ષા દળોએ 20 આતંકીઓને ઠાર કર્યા છે.

સેના અને સુરક્ષા દળોની કાર્યવાહીથી કાશ્મીર પર નજર રાખી રહેલા બહાદુર જવાનોએ સ્પષ્ટ કરી દીધું છે કે ઘાટીમાં દરેક આતંકવાદીનું નામ ખતમ થઈ જશે. દેશ પણ એવું જ ઈચ્છે છે અને એટલે જ કાશ્મીરમાં આતંકનો ખાત્મો કરવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : સલમાન ખુર્શીદના ઘરે તોડફોડ કરી અને આગ લગાવવામાં આવી, કોંગ્રેસ નેતાએ કહ્યું- શું હું હજુ પણ ખોટો છું, શું આ હિન્દુત્વ હોઈ શકે?

આ પણ વાંચો : તખ્તી સૂકાય તે પહેલાં જ સપા સરકાર આવશે, અખિલેશ યાદવે આઝમગઢનું નામ બદલવા પર યોગી સરકાર પર સાધ્યું નિશાન

Next Article