Jammu Kashmir: બારામુલ્લામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

|

Aug 24, 2021 | 7:44 AM

જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરીને પ્રત્યુતર આપ્યો છે.

Jammu Kashmir: બારામુલ્લામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
jammu and kashmir baramulla encounter

Follow us on

Jammu Kashmir: મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સોપોર વિસ્તારમાં પેથસીરમાં આતંકવાદીઓ ઉપસ્થિત હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવાર 23મી ઓગસ્ટની મોડી રાત્રે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

સુરક્ષાદળોએ આતંકવાદીઓ છુપાયા હોવાના સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ગોળીબાર કરતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ ઉપર ફાયરિંગ કર્યુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરીને પ્રત્યુતર આપ્યો છે.

સોમવાર 23મી ઓગસ્ટની સાંજે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં સીઆરપીએફના બંકર પર આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં એક સીઆરપીએફ (CRPF) જવાન ઘાયલ થયો હોવાનુ સીઆરપીએફએ જણાવ્યુ હતુ.

શ્રીનગર શહેરમાં જ એક અન્ય ઘટનામાં સોમવારે 23મી ઓગસ્ટના રોજ પોલીસે બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ જેમાં બે આતંકીઓને ઠાર મરાયા છે.

આ પણ વાંચોઃ pm મોદીએ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે અફઘાનિસ્તાન કટોકટી સહિતના મુદ્દાઓ પર કરી વાત, શાંતિ-સુરક્ષા પર મૂક્યો ભાર

આ પણ વાંચોઃ Ahmedabad : સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે અને અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટની લાલ આંખ

Next Article