Jammu Kashmir: અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક પોલીસકર્મી ઘાયલ

|

Dec 29, 2021 | 10:25 PM

દક્ષિણ કાશ્મીરના દુરુના નૌગામ શાહબાદ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Jammu Kashmir: અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક પોલીસકર્મી ઘાયલ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ (Anantnag) જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો (Anantnag Encounter). અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના નૌગામા શાહબાદ વિસ્તારમાં ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટર પર જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે આતંકીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના દુરુના નૌગામ શાહબાદ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીના જણાવ્યા અનુસાર ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ આ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

આ પહેલા શનિવારે અનંતનાગમાં જ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઈસ્લામિક સ્ટેટ જમ્મુ અને કાશ્મીર (ISJK)નો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IG) વિજય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શ્રીગુફવારા વિસ્તારના કેકલાનમાં આતંકવાદીને ઠાર માર્યો હતો, જેની ઓળખ અનંતનાગના કાદિપોરાના રહેવાસી ફહીમ ભટ તરીકે થઈ છે.

IGP, કાશ્મીરે એક ટ્વીટમાં કહ્યું હતું કે “તે તાજેતરમાં આતંકવાદી સંગઠન ISJKમાં જોડાયો હતો અને PS બિજબેહરામાં તૈનાત ASI મોહમ્મદ અશરફની હત્યામાં સામેલ હતો.” ASI અશરફને ગયા બુધવારે બિજબેહરા હોસ્પિટલની બહાર આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.

શનિવારે, પુલવામા જિલ્લામાં અંસાર ગઝવા-ઉલ-હિંદના બે આતંકવાદીઓ સહિત સુરક્ષા દળો સાથેની બે અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. વિજય કુમારે બે આતંકવાદીઓની ઓળખ નદીમ ભટ અને રસૂલ ઉર્ફે આદિલ તરીકે કરી હતી. તેણે કહ્યું હતું કે રસૂલ IED વિશે જાણકાર હતો.

 

આ પણ વાંચો: AHMEDABAD : KYV અને અન્ય બહાને એક જ દિવસમાં ઓનલાઈન છેતરપિંડીની 10થી વધુ ઘટનાઓ

 

આ પણ વાંચો: Ranji Trophy: ટીમ ઇન્ડિયાથી બહાર, IPL માં નિરાશા, આ ખેલાડી હવે અચાનક નસીબનુ પાંદડુ પલટાયુ હોય એમ કેપ્ટન બન્યો!

Next Article