Ranji Trophy: ટીમ ઇન્ડિયાથી બહાર, IPL માં નિરાશા, આ ખેલાડી હવે અચાનક નસીબનુ પાંદડુ પલટાયુ હોય એમ કેપ્ટન બન્યો!

રણજી ટ્રોફી (Ranji Trophy) માંથી પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહેલા ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ (Kuldeep Yadav) ને યુપીના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Ranji Trophy: ટીમ ઇન્ડિયાથી બહાર, IPL માં નિરાશા, આ ખેલાડી હવે અચાનક નસીબનુ પાંદડુ પલટાયુ હોય એમ કેપ્ટન બન્યો!
Kuldeep Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:10 PM

એક સમયે ટીમ ઈન્ડિયા (Team India) ના સૌથી મોટા મેચ વિનિંગ બોલર રહેલા કુલદીપ યાદવ (Kuldeep Yadav) નું કરિયર અચાનક જ ઉતાર-ચઢાવ પર ગયું છે. કુલદીપ યાદવ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છતાં ટીમની બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું ફોર્મ પણ જતું રહ્યું હતું. ખરાબ ફોર્મના કારણે તેને ઘણી મેચો માટે IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જો કે હવે આ ચાઈનામેન બોલરોને કેપ્ટનશીપ મળી ગઈ છે.

આશ્ચર્ય ન પામશો, હકીકતમાં કુલદીપ યાદવની ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રણજી ટીમ (Ranji Trophy) ના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. કુલદીપે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે જુલાઈમાં રમી હતી. તેમને રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પુનરાગમન કરવાનો મોકો મળે.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સીઈઓ દીપક શર્માએ જણાવ્યું કે ટીમમાં 24 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઉપલબ્ધ હશે ત્યારે ભુવનેશ્વર કુમાર અને સૌરભ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કુલદીપ યાદવ હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં છે. કુલદીપ યાદવ ઈજાના કારણે IPL 2021 વચ્ચેની સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. કુલદીપ યાદવે પગની ઘૂંટીની સર્જરી કરાવી છે, જોકે હવે તે ફિટ દેખાઈ રહ્યો છે. કુલદીપ યાદવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 33 મેચમાં 123 વિકેટ લીધી છે. યુપી રણજી ટીમમાં તેની વાપસી ચોક્કસપણે ટીમના પ્રદર્શનમાં સુધારો કરશે.

યુપી રણજી ટીમ

કુલદીપ યાદવ (કેપ્ટન), કરણ શર્મા (વાઈસ કેપ્ટન), માધવ કૌશિક, અલ્માસ શૌકત, સમર્થ સિંઘ, હરદીપ સિંહ, રિંકુ સિંહ, પ્રિયમ ગર્ગ, અક્ષદીપ નાથ, સમીર ચૌધરી, કૃતજ્ઞ સિંહ, અરુણ જુયાલ, ધ્રુવ સિંહ જુરલ , શિવમ માવી, અંકિત રાજપૂત, યશ દયાલ, કુણાલ યાદવ, પ્રિન્સ યાદવ, ઋષભ બંસલ, સાનુ સૈની, જસમેર, જીશાન અંસારી, શિવમ શર્મા અને પાર્થ મિશ્રા.

આ પણ વાંચોઃ  IND VS SA: વિરાટ કોહલી એ એક ના એક જ ભૂલને 11 મી વાર કરી, જેને લઇને જ તે શતકથી દૂર થવા લાગ્યો!

આ પણ વાંચોઃ Ashes 2021: ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયામાં થઇ ફજેતી ! તો વાસિમ જાફર પૂર્વ ઇંગ્લીશ કેપ્ટન માઇકલ વોનને ‘ખેંચવા’ નો મોકો ના ચૂક્યો, જુઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">