AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, હિઝબુલ મુજાહિદ્દીનના સૌથી જૂના આતંકવાદી સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર (Encounter)શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે.

Jammu Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, હિઝબુલ મુજાહિદ્દીનના સૌથી જૂના આતંકવાદી સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા
Clashes between militants and security forces in Anantnag
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 5:10 PM
Share

Jammu Kashmir:જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે આતંકવાદી(Terrorist)ઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે(Jammu Kashmir Police Zone) આ માહિતી આપી છે. પોલીસે કહ્યું છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં બટકુટની પૂર્વમાં શ્રીચંદ ટોપ (Jungle Area)માં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે અહીં આતંકવાદીઓ છુપાયા છે. આ પછી પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ પછી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીનના સૌથી જૂના આતંકવાદીઓમાંથી એક અશરફ મૌલવી સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાના માર્ગમાં એન્કાઉન્ટર મોટી સફળતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળો તરત જ આતંકવાદીઓના સ્થાન પર પહોંચી ગયા. આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું.

એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જેવી ટીમ આતંકીઓના ઠેકાણા પર પહોંચી કે તેઓ તેમને જોઈને ડરી ગયા. તેણે જણાવ્યું કે આતંકીઓએ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સુરક્ષાદળોની ટીમે પણ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર કર્યો.

BSFએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ટનલ શોધી કાઢી

સીમા સુરક્ષા દળ (BSF) એ ગુરુવારે એક મોટી સફળતા હાંસલ કરી અને આતંકવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો. વાસ્તવમાં, BSFએ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક સુરંગ શોધી કાઢી હતી. BSFએ દાવો કર્યો હતો કે તેણે આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાના પાકિસ્તાની આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ ક્ષેત્રમાં આ સંદર્ભે ચેતવણી જારી કરવામાં આવી હતી. બીએસએફ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે સાંબા જિલ્લામાં ચક ફકીરા બોર્ડર પોસ્ટ વિસ્તારમાં 150 મીટરની લાંબી સુરંગની ભાળ મળી આવી હતી.

 બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ જણાવ્યું હતું કે, “આ ટનલની શોધ સાથે, બીએસએફએ આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાની પાકિસ્તાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.” તેણે કહ્યું કે તાજેતરમાં જ પાકિસ્તાન તરફથી સુરંગ ખોદવામાં આવી હતી. તેનું મોં બે ફૂટ પહોળું છે અને અત્યાર સુધીમાં તેમાંથી 21 બોરી રેતી મળી આવી છે. તેમણે કહ્યું કે સુરંગ સંબંધિત તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.

 એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદથી 150 મીટર અને બોર્ડર કોર્ડનથી 50 મીટર દૂર પાકિસ્તાની ચોકી ચમન ખુર્દ (ફૈઝ)ની સામે એક નવી ખોદવામાં આવેલી સુરંગ શોધી કાઢવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ટનલ બોર્ડર પોસ્ટ ચક ફકીરાથી 300 મીટરના અંતરે અને બોર્ડર પર ભારતના છેલ્લા ગામથી 700 મીટરના અંતરે ખુલી રહી હતી.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">