AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: વ્યાપક ઘૂસણખોરીના સંકેત મળતા સેનાએ પૂંછ જિલ્લામાં મોટાપાયે શરૂ કર્યું કોર્ડન અને સર્ચ ઓપરેશન

કટ્ટર ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ રવિવારે ચોથા દિવસે સુરક્ષા દળો તૈનાત રહ્યા, ખીણમાં લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર બેરિકેડ બનાવવામાં આવ્યા છે.

Jammu Kashmir: વ્યાપક ઘૂસણખોરીના સંકેત મળતા સેનાએ પૂંછ જિલ્લામાં મોટાપાયે શરૂ કર્યું કોર્ડન અને સર્ચ ઓપરેશન
કટ્ટર ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ રવિવારે ચોથા દિવસે સુરક્ષા દળો તૈનાત રહ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 6:49 AM
Share

Jammu Kashmir: સેનાએ રવિવારે જમ્મુ -કાશ્મીરના પૂંચ જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. સેનાના જવાનોએ ચોક્કસ ઇનપુટ્સના આધારે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેનાની મદદ માટે જમ્મુ -કાશ્મીર પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અર્ધલશ્કરી જવાનો પણ હાજર હતા. મેંધર, સુરાનકોટ અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે.

આ સાથે જ પૂંછ જિલ્લામાં સેના દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 સપ્ટેમ્બરની મોડી રાત્રે સેનાએ પૂંછમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને પાકિસ્તાનની નિશાની ધરાવતી ખાદ્ય ચીજો જપ્ત કરી હતી. આ સિવાય 30 ઓગસ્ટના રોજ સેનાએ ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા.

30 ઓગસ્ટના રોજ સેનાએ પૂંછમાં 2 વિદેશી આતંકીઓને ઠાર કર્યા હતા સેનાના જવાનો તરફથી કાર્યવાહી કરવા પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી થયેલી ભીષણ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને તેની પાસેથી એકે -47 રાઇફલ મળી આવી હતી. આ પછી, LOC પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયંત્રણ રેખા પાર એકે 47 સાથે અન્ય આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ રીતે ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

ગિલાનીના મોત બાદ રવિવારે ચોથા દિવસે સુરક્ષા દળો તૈનાત રહ્યા હતા દરમિયાન, કટ્ટર ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ રવિવારે ચોથા દિવસે સુરક્ષા દળો તૈનાત રહ્યા, પરંતુ કેટલાક અધિકારીઓએ કહ્યું કે રવિવારે પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખીણમાં લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર બેરિકેડ બનાવવામાં આવ્યા છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર અને અન્ય સ્થળોએ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. ખીણમાં ટ્રાફિકની અવરજવર વધી હોવા છતાં, મોટાભાગના જાહેર પરિવહન રસ્તાઓથી દૂર રહ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં તેમજ ખીણના અન્ય ભાગોમાં કેટલીક દુકાનો ખુલી છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ રાજ્યમાં સ્થિતિ સામાન્ય નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 06 સપ્ટેમ્બર: આજે મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચારોની સ્થિતિ જણાશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 06 સપ્ટેમ્બર: વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ પર વધુ મહેનત કરવી પડે, સ્વાસ્થ્ય સારું રહેશે

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">