jammu Kashmir: કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે બીજી અથડામણ શરૂ, જવાનોએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા

|

Jun 07, 2022 | 8:18 AM

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો (Security Forces)અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું છે. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં તેણે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા છે.

jammu Kashmir: કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે બીજી અથડામણ શરૂ, જવાનોએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા
Another clash between militants and security forces erupts

Follow us on

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો (Security Forces ) અને આતંકવાદી(Terrorist)ઓ વચ્ચે બીજી અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા(The terrorist organization Lashkar-e-Taiba)ના બે આતંકીઓને ઠાર કર્યા છે. મૃતકોમાં એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું છે કે હાલમાં આ વિસ્તારમાં સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ તુફૈલ તરીકે થઈ છે અને તે પાકિસ્તાનમાં રહેતો હતો. આ સમયે પોલીસ પણ લશ્કરના ફરાર આતંકવાદીની શોધમાં લાગેલી છે. 

સોમવારે પણ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોના એન્કાઉન્ટરની બે ઘટનાઓ જોવા મળી હતી. જ્યાં પ્રથમ ઘટના સોપોર જિલ્લાના જલુરા વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો. આઈજીપી કાશ્મીરના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ એક પાકિસ્તાની આતંકવાદી પણ માર્યો ગયો છે. 

બીજી ઘટના જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોપોરના જાલુર વિસ્તારના પાણીપોરા જંગલમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન, સ્થળ પર છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો. આ પછી ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડોડા જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

અગાઉ, સોમવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના ઘરમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. ઇર્શાદ અહેમદની પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા ડોડા જિલ્લાના ધંડાલ-કાસ્તીગઢ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી, એમ જમ્મુ પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્યું હતું. 

પોલીસને સર્ચ ઓપરેશનમાં વાંધાજનક સામગ્રી મળી આવી હતી

અહમદની ધરપકડ અને IED ની પુનઃપ્રાપ્તિ સ્થાનિક લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી મોહમ્મદ અમીન ઉર્ફે ‘ખુબૈબ’ દ્વારા સંચાલિત મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી આવી છે. સિંહે કહ્યું કે ચોક્કસ માહિતી પર શરૂ કરાયેલી સર્ચ ઓપરેશનમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદના ઘરેથી એક IED, એક મોબાઈલ ફોન અને અન્ય ગુનાહિત સામગ્રી પણ મળી આવી હતી.

Next Article