Jammu Drone Attack: જમ્મુના એરફોર્સ સ્ટેશને ફરી દેખાયુ ડ્રોન, હુમલા બાદ 7મી ઘટના

|

Jul 15, 2021 | 9:25 AM

જૂન મહિનામાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો પછી જમ્મુ ઉપર ડ્રોન ( drone ) ફરતા જોવા મળ્યા છે. આ પ્રકારે ડ્રોન દેખાયાની આ સાતમી ઘટના છે

Jammu Drone Attack: જમ્મુના એરફોર્સ સ્ટેશને ફરી દેખાયુ ડ્રોન, હુમલા બાદ 7મી ઘટના
jammu drone attack drone was spotted near jammu air force station in jammu last night

Follow us on

જમ્મુના એરફોર્સ સ્ટેશન ખાતે, ગત મહિને ડ્રોન ( Drone ) દ્વારા થયેલા હુમલા બાદ, ગઈ મોડી રાત્રે ફરી એકવાર એરફોર્સ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યુ હતું. બુધવારની મોડી રાત્રે ડ્રોન દેખાયાની વાત સામે આવી છે. આ પહેલા મંગળવાર રાત્રે, જમ્મુ કાશ્મિરની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર અરણીયા સેક્ટરમાં પણ ડ્રોન જોવા મળ્યુ હતું. સરહદ ઉપર તહેનાત બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોએ, ડ્રોનને નિશાન બનાવીને છ રાઉન્ડ ગોળીબાર કરતા તે પાકિસ્તાન તરફ પરત ફર્યુ હતુ.

બીએસએફ (BSF ) દ્વારા આ ઘટના બાબતે, સત્તાવાર નિવેદન પણ જાહેર કરાયુ હતુ કે, 13 અને 14 જુલાઈની રાત્રીએ અરણીયા સેકટરમાં ફરજ પરના બીએસએફના જવાનોએ 9.52 કલાકે 200 મીટરના અંતરે ઝબકતી લાલ લાઈટ નિહાળી હતી. સતર્ક જવાનોએ તેને નિશાન બનાવીને છ રાઉન્ડ ફાયર કરતા ડ્રોન પાકિસ્તાન તરફ પાછુ ફર્યુ હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા હુમલો થયા પછી છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ ક્ષેત્રમાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે.  જૂન મહિનામાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો પછી જમ્મુ ઉપર ડ્રોન ફરતા જોવા મળ્યા છે. આ પ્રકારે ડ્રોન દેખાયાની આ સાતમી ઘટના છે. પાકિસ્તાનની સરહદથી લગભગ 14 કિલોમીટર દૂર હાઈ સિક્યોરીટી ઝોનમાં સમાવેશ થતા, જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં વાયુસેનાના બે જવાન ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Next Article