જમ્મુ-કાશ્મીરમાં બદલાઈ રહ્યું છે વાતાવરણ: આતંકવાદને કારણે બંધ મંદિર 31 વર્ષ બાદ ખુલ્યું

370 નાબુત થયા બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદની ઘટનાઓ ઘટી રહી છે. આની અસર જોવા મળી રહી છે. શ્રીનગરના હબ્બા કાદલ ખાતે આવેલું શીતળ નાથ બાબાનું મંદિર 31 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું.

જમ્મુ-કાશ્મીરમાં બદલાઈ રહ્યું છે વાતાવરણ: આતંકવાદને કારણે બંધ મંદિર 31 વર્ષ બાદ ખુલ્યું

લાંબા સમયથી આતંકવાદનો ભોગ બનેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ હવે બદલાઈ રહી છે. આતંકવાદ અને હિંદુઓના પલાયનના કારણે બંધ થયેલ શ્રીનગરનું એક મંદિર 31 વર્ષ બાદ ફરી વસંત પંચમીના શુભ પ્રસંગે ખુલ્યું. આ પ્રસંગે ભક્તોએ મંદિરમાં પ્રાર્થના કરી હતી. અહેલાવ અનુસાર મંગળવારે શીતળ નાથ મંદિર વસંત પંચમીના પ્રસંગે શ્રીનગરના હબ્બા કાદલ ખાતે 31 વર્ષ બાદ ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન મંદિરમાં ભક્તો દ્વારા વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી.

મંદિરમાં પૂજા કરવા આવેલા એક ભક્ત સંતોષ રઝદાને જણાવ્યું હતું કે મંદિરને ફરીથી ખોલવા માટે તેમને સ્થાનિક લોકો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો મોટો ટેકો મળ્યો છે. તેમણે કહ્યું, ‘શીતળ નાથ મંદિર 31 વર્ષ પછી ફરીથી ખોલ્યું. લોકો અહીં પ્રાર્થના કરવા આવતા હતા. પરંતુ આતંકવાદને કારણે તેને બંધ કરી દેવાયું હતું. અને મંદિરની પાસે રહેતા હિન્દુઓ પણ ત્યાંથી જતા રહ્યા હતા. મોટાભાગે મુસ્લિમ સમુદાયના લોકોએ અમને મદદ કરી હતી.’

શીતળ નાથ મંદિરમાં પૂજાના આયોજકોમાંના શામેલ રવિન્દર રઝદાનએ જણાવ્યું કે મુસ્લિમ સમુદાયના લોકોએ અમને આ પહેલમાં ખૂબ જરૂરી સહાય પૂરી પાડી છે. તેઓ મંદિરની સફાઇ માટે પણ આગળ આવ્યા. તેમણે કહ્યું, ‘મુસ્લિમ ભાઈ-બહેનો ઉપાસનાની વસ્તુઓ લાવ્યા. અમે દર વર્ષે આ પૂજા કરતા હતા. બાબા શીતળ નાથ ભૈરવની જન્મજયંતી વસંત પચમી પર હોય છે. તેથી જ આપણે આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે.’

નોંધપાત્ર વાત એ છે કે ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસાના કેસમાં અને પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. કલમ 370 નાબૂદ થતાં જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો કાશ્મીર અને લદાખમાં વહેંચવામાં આવ્યા હતા.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati