Jammu and Kashmir : શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીઓને ઠેકાણે પાડ્યા

|

Dec 08, 2021 | 8:38 PM

સુરક્ષાબળને મળેલી બાતમીના આધારે જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPF સાથે મળીને, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ કર્યું હતું.

Jammu and Kashmir : શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીઓને ઠેકાણે પાડ્યા
Shopian encounter ( file photo)

Follow us on

દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં બુધવારે સુરક્ષા દળોએ ( Security forces) લશ્કર-એ-તૈયબા (TRF)ના ત્રણ આતંકવાદીઓને (Terrorists) ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે સુરક્ષા દળોને શોપિયાં જિલ્લાના ચેક ચોલા વિસ્તારમાં આતંકવાદીઓના એક જૂથના લોકો છુપાયા હોવાની માહિતી મળી હતી.

સુરક્ષાબળને મળેલી બાતમીના આધારે જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPF સાથે મળીને, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ કર્યું હતું. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આનાથી આતંકવાદીઓ છુપાયા હોવાની વાતની પુષ્ટિ થઈ. ત્યારબાદ સુરક્ષાબળોએ ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અનેકવાર તક આપ્યા બાદ પણ તે શરણે ન થયા અને ફાયરિંગ કરતા રહ્યા હતા. આખરે, સૈનિકોના જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું. શરૂઆતમાં એક આતંકી માર્યો ગયો હતો. આ પછી આતંકવાદીઓ લોકેશન બદલતા રહ્યા, જેના કારણે મોડી સાંજ સુધી એન્કાઉન્ટર ચાલુ રહ્યું. આખરે વધુ બે આતંકવાદીઓને ઠાર કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી.

પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા હોવાની પુષ્ટિ કરી છે. એન્કાઉન્ટર લાંબા સમય સુધી ચાલતું હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયાર અને ગોળીઓ હતી. સુરક્ષા દળોએ હજુ પણ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. લોકોને એન્કાઉન્ટર સ્થળ સુધી ન જવા માટે કહેવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આતંકવાદીઓનો દારૂગોળો સ્થળ પર હશે, જેના કારણે અકસ્માત થઈ શકે છે.

 

કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો ( Security forces) દ્વારા આતંકવાદીઓને (Terrorists) સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાં (Shopian) જિલ્લાના ચેક ચોલાન વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં હવે સેનાના જવાનોએ કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાના જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો જ્યાં આતંકીઓ છુપાયેલા હતા.

મળતી માહિતી મુજબ, બુધવારે સવારે ચેક ચોલાન વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જ્યાં પહેલા એક આતંકવાદી માર્યો ગયો હતો. ત્યાર બાદ વધુ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આમ કરીને સેનાના જવાનોએ ત્રણેય આતંકીઓને ઠેકાણે પાડી દીધા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

આ પહેલા કાશ્મીર ઝોન પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે શોપિયાંના ચેક ચોલન વિસ્તારમાં એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળોએ આગેવાની લીધી છે.

જણાવી દઈએ કે, પોલીસ અને આર્મીની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરીની બાતમીનાં આધારે વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારપછી સુરક્ષા દળો જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા ત્યાં પહોંચી ગયા હતા. તેઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. તમને જણાવી દઈએ કે આતંકીઓની માહિતીના આધારે સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ જવાનોએ કુલગામ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચોઃ

MI-17V5 Helicopter Crash: હેલિકોપ્ટરમાં સવાર 14માંથી એક માત્ર વરુણ સિંહનો થયો બચાવ, જાણો કોણ છે કેપ્ટન વરુણ સિંહ

 

Next Article