Jammu-Kashmir, Haryana Election Result 2024 LIVE : પીએમ મોદી આજે સાંજે બીજેપી હેડક્વાર્ટરની લેશે મુલાકાત

|

Oct 08, 2024 | 5:24 PM

Jammu and Kashmir Haryana Assembly Election Results 2024 LIVE Counting and Updates: આજે 08 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Jammu-Kashmir, Haryana Election Result 2024 LIVE : પીએમ મોદી આજે સાંજે બીજેપી હેડક્વાર્ટરની લેશે મુલાકાત

Follow us on

LIVE NEWS & UPDATES

  • 08 Oct 2024 05:24 PM (IST)

    કોંગ્રેસના આવા દેખાવ માટે જવાબદાર કોણ ? સૈલજાએ કર્યું નિવેદન

    હરિયાણામાં કોંગ્રેસના પ્રદર્શન બાદ સાંસદ કુમારી સેલજાએ પૂછ્યું છે કે આ પ્રદર્શન માટે કોણ જવાબદાર છે. તેમણે કહ્યું કે પરિણામો નિરાશાજનક છે. બધું જોઈને અમારે નવેસરથી વિચારવું પડશે.જેમ ચાલે છે તેમ ચાલશે નહીં. સંકલન ના જળવાયુ. શા માટે લોકો કોંગ્રેસની સરકાર બનાવવામાંથી પીછેહઠ કરી રહ્યા છે ? તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી સમયે અમને ચોક્કસપણે લાગ્યું કે બધાએ સાથે મળીને લડવું જોઈએ.

  • 08 Oct 2024 04:22 PM (IST)

    પીએમ મોદી આજે સાંજે બીજેપી હેડક્વાર્ટરની લેશે મુલાકાત

    હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. PM મોદી આજે સાંજે 7.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. તેઓ ત્યાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી શકે છે.


  • 08 Oct 2024 04:18 PM (IST)

    હરિયાણામાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની શાનદાર જીત

    હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ શાનદાર જીત નોંધાવી છે. તેઓ 71 હજાર 465 મતોથી જીત્યા છે.

  • 08 Oct 2024 04:17 PM (IST)

    તમારા કારણે મળી જીત, સીએમ સૈનીએ પીએમ મોદીને કર્યો ફોન

    હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થતા જ, સીએમ સૈનીએ પીએમ મોદીને ફોન કર્યો હતો. તેમણે કહ્યું છે કે તમારા નેતૃત્વમાં આટલી મોટી જીત મળી છે. સીએમ સૈનીએ પીએમનો આભાર માન્યો છે.

  • 08 Oct 2024 03:29 PM (IST)

    જમ્મુ કાશ્મીરમાં ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન – જિતેન્દ્ર સિંહ

    કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અમે આ ચૂંટણી માત્ર વિકાસના મુદ્દા પર લડ્યા હતા. બીજી તરફ, ઈન્ડિયા ગઠબંધનમાંથી ધ્રુવીકરણની વાત પણ થઈ હતી. કોંગ્રેસ માટે એક જ તારણ નીકળશે કે હરિયાણામાં જે રીતે સફાઈ કરવામાં આવી હતી તે રીતે અહીં પણ સાફ થઈ ગઈ છે. અમારી લડાઈ મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટી સાથે હતી અને કોંગ્રેસ તરફ જે પ્રકારનું વલણ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે તે જ પ્રકારનું વલણ જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળ્યું.


  • 08 Oct 2024 03:03 PM (IST)

    મહેબૂબાએ એનસી-કોંગ્રેસને પાઠવ્યા અભિનંદન

    પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે હું એનસી અને કોંગ્રેસના ગઠબંધનને અભિનંદન આપું છું કારણ કે અહીંના લોકોએ સ્થિર સરકાર માટે મત આપ્યો છે. હું પીડીપી કાર્યકરોનો પણ આભાર માનું છું અને તેમને આશા ન ગુમાવવાની સલાહ આપી રહ્યી છું.

  • 08 Oct 2024 02:36 PM (IST)

    જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાનના નામને લઈ મોટા સમાચાર

    ફારુક અબ્દુલ્લાનું જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાનના નામને લઈ મોટું નિવેદન સામે આવ્યુ છે. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યુ છે કે ઓમર અબ્દુલ્લાજમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન હશે.  હવે જમ્મુ-કાશ્મીરમાં અત્યાચાર અને પોલીસ રાજ નહીં ચાલે. જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ નિર્દોષ લોકોને બહાર કાઢીશું. જમ્મુ-કાશ્મીરમાં હવે નફરતની નહીં પ્રેમની દુકાન ચાલશે.

  • 08 Oct 2024 01:40 PM (IST)

    હરિયાણામાં જુલાના બેઠકથી વિનેશ ફોગાટની જીત

    કુસ્તીમાંથી નિવૃત્ત થઈને રાજકીય ક્ષેત્રે પ્રવેશેલી વિનેશ ફોગાટને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. કોંગ્રેસે જીંદ જિલ્લાની જુલાના સીટથી વિનેશ ફોગટને ટિકિટ આપી હતી. આ બેઠક પર વિનેશ ફોગાટની જીત થઇ છે.

  • 08 Oct 2024 01:35 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં AAPનું ખાતું ખુલ્યું, ડોડામાં શાનદાર જીત

    જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યુ છે. ડોડામાં પાર્ટીને શાનદાર જીત મળી છે. AAPના મેહરાજ મલિકે ભાજપના ગજયસિંહ રાણાને 4500થી વધુ મતોથી હરાવ્યા હતા. મેહરાજને 22611 મત મળ્યા જ્યારે ગજય રાણા 18063 મત મેળવીને બીજા ક્રમે રહ્યા.

  • 08 Oct 2024 01:14 PM (IST)

    જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર પરિણામ જાહેર

    જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર પરિણામ જાહેર

    • બશોલી- ભાજપ- દર્શન કુમાર
    • સાંબા- ભાજપ- સુરજીત સિંહ
    • ગુરેઝ- નેશનલ કોન્ફરન્સ- અહમદ ખાન
    • હઝરતબલ- નેશનલ કોન્ફરન્સ- સલમાન સાગર
    • ઉધમપુર પૂર્વ- ભાજપ- રણબીર સિંહ પથિરાના
  • 08 Oct 2024 12:23 PM (IST)

    જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને પહેલી જીત મળી

    જમ્મુમાં ભાજપનું ખાતું ખોલવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર સુરજીત સિંહ સાંબાથી ચૂંટણી જીત્યા છે. સુરજીત સિંહે અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહને 29481 મતોથી હરાવ્યા. સુરજીત સિંહને 42206 વોટ મળ્યા જ્યારે રવિન્દ્ર 12725 વોટ મેળવીને બીજા ક્રમે રહ્યા.

  • 08 Oct 2024 12:04 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન 50ને પાર

    આ વખતે જમ્મુ-કાશ્મીરમાં કમળ ખીલેલું જોવા મળતું નથી. અહીં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન સરકાર બનાવતી જોવા મળી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ-NC બેઠકો પર આગળ છે. ભાજપને 25, પીડીપીને 5 અને અન્યને 9 બેઠકો મળી રહી છે.

  • 08 Oct 2024 11:43 AM (IST)

    હરિયાણાના રાનિયામાં અર્જુન ચૌટાલા આગળ

    હરિયાણાના રાનિયામાં 7 રાઉન્ડની મતગણતરી બાદ અર્જુન ચૌટાલા આગળ છે. તેઓ રણજીત સિંહ ચૌટાલા, સર્વ મિત્ર કંબોજ, શીશપાલ કંબોજથી આગળ છે.

  • 08 Oct 2024 11:42 AM (IST)

    હુડા ઘણા મતોથી આગળ

    હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા 7 રાઉન્ડ બાદ 36 હજાર મતોથી આગળ છે.

  • 08 Oct 2024 10:58 AM (IST)

    પાણીપતમાં મતગણતરી અટકી

    હરિયાણાના પાણીપતમાં મતગણતરી રોકી દેવામાં આવી છે. કોંગ્રેસે ગોટાળાનો આક્ષેપ કર્યો છે.

  • 08 Oct 2024 10:43 AM (IST)

    કોંગ્રેસમાં સીએમની ખુરશીને લઈને વિવાદ

    ચૂંટણી પંચના આંકડા મુજબ હરિયાણામાં ભાજપ કોંગ્રેસ પર આગળ છે. ભાજપને અહીં બહુમતી મળી છે. તેઓ 46 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 36 સીટો પર આગળ છે. જો કે કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં તેમની સરકાર બનશે. સીએમની ખુરશીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ કુમારી સેલજાએ કહ્યું છે કે ટ્રેન્ડ બનતા અને બદલાતા રહે છે. એક-બે વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. મતગણતરી બાદ અમારી સરકાર બનશે. ભાજપની 10 વર્ષની એન્ટિ-ઇન્કમ્બન્સી અને મિસ શાસન… કોંગ્રેસની જીતનું મુખ્ય કારણ છે.

  • 08 Oct 2024 10:41 AM (IST)

    શેર બજારમાં રોકાણકારોની બલ્લે બલ્લે, તેજી જ તેજી

    ચૂંટણી પરિણામો વચ્ચે શેર બજારમાં રોકાણકારોની બલ્લે બલ્લે જોવા મળી રહી છે.સેન્સેક્સ, નિફ્ટી બેંક અને નિફ્ટી ફિફ્ટીમાં હરિયાળી જ હરિયાણી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 400 પોઇન્ટથી વધુનો, નિફ્ટી બેં 500 પોઇન્ટથી વધુ, નિફ્ટી 50માં 120 પોઇન્ટનો વધારો જોવા મળી રહ્યો છે.

  • 08 Oct 2024 10:34 AM (IST)

    10.28 વાગ્યા સુધીના વલણો અનુસાર JKમાં સૌથી વધુ વોટ ભાજપને મળ્યા

    સવારે 10.28 વાગ્યા સુધીના વલણો અનુસાર J&Kમાં બીજેપીને સૌથી વધુ વોટ મળ્યા છે.

  • 08 Oct 2024 10:07 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે- રવીન્દ્ર શર્મા

    જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રવિન્દ્ર શર્માએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્પષ્ટ થઈ ગયું છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારી ચરમસીમા પર છે અને આજે લોકોએ તેમને બતાવી દીધું છે કે તેઓ શું લાયક છે.

  • 08 Oct 2024 10:03 AM (IST)

    હરિયાણામાં વલણો પ્રમાણે ભાજપને બહુમતી

    હરિયાણામાં ટ્રેન્ડ મુજબ ભાજપને બહુમતી મળી છે. તેનો અર્થ એ કે ક્રમાંકો અહીં ફરતા જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતી, પરંતુ હવે ભાજપ આગળ છે. તેઓ 46 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 39 બેઠકો પર આગળ છે.

  • 08 Oct 2024 09:59 AM (IST)

    હરિયાણામાં 90 વિધાનસભા બેઠકોમાંથી 60 માટે સત્તાવાર ચૂંટણી પંચના વલણો

    હરિયાણામાં 90 વિધાનસભા બેઠકોમાંથી 60 માટે સત્તાવાર ચૂંટણી પંચના વલણો આવી રહ્યા છે. જેમાં ભાજપ 30 સીટ અને કોંગ્રેસ 28 બેઠક પર છે.

  • 08 Oct 2024 09:50 AM (IST)

    વલણોમાં ભાજપને આગળ વધતા જોઇ શેર બજારનો પણ બદલાયો રંગ

    વલણોમાં ભાજપને આગળ વધતા જોઇ શેર બજારનો પણ બદલાયો રંગ બદલાતો જોવા મળી રહ્યો છે. શેર બજારમાં સેન્સેક્સ હવે ગ્રીન રંગમાં જોવા મળી રહ્યુ છે. સેન્સેક્સમાં 200 પોઇન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

  • 08 Oct 2024 09:29 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પાર્ટી PDP માત્ર 2 બેઠક પર જ આગળ

    જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પાર્ટી PDP માત્ર 2 બેઠક પર જ આગળ છે. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં 31 બેઠક પર આગળ ચાલી રહી છે.

  • 08 Oct 2024 09:16 AM (IST)

    હરિયાણાના પરિણામોમાં કોણ આગળ ?

    ગોપાલ કાંડા હરિયાણાના સિરસાથી આગળ છે. એલેનાબાદથી અભય સિંહ ચૌટાલા આગળ છે. રાનિયાથી અર્જુન સિંહ ચૌટાલા આગળ છે. ડબવાલીથી આદિત્ય ચૌટાલા આગળ છે.

  • 08 Oct 2024 09:15 AM (IST)

    ચૂંટણી પરિણામોની શેર બજારના પ્રિ ઓપન માર્કેટ અસર

    ચૂંટણી પરિણામોની શેર બજારના પ્રિ ઓપન માર્કેટ અસર જોવા મળી. નિફ્ટી બેંક 257 પોઇન્ટ વધારા સાથે ખુલ્યુ. તો નિફ્ટી 50 માં 36 પોઇન્ટ વધારો જોવા મળ્યો.

  • 08 Oct 2024 09:09 AM (IST)

    ચૂંટણી પંચે હરિયાણાના પરિણામો અંગે પહેલો ટ્રેન્ડ કર્યો જાહેર

    ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે પહેલો ટ્રેન્ડ જાહેર કર્યો.

  • 08 Oct 2024 09:04 AM (IST)

    JK Result 2024 : જનાદેશ સાથે ચેડા ન થવો જોઈએ – ઓમર અબ્દુલ્લા

    જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને ગાંદરબલ અને બડગામ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આજે બપોર સુધીમાં તે સ્પષ્ટ થઈ જશે. પારદર્શિતા હોવી જોઈએ. આદેશ સાથે છેડછાડ થવી જોઈએ નહીં. જો ભાજપની સામે જનાદેશ આવે તો ભાજપે કોઈ જુગાડ કે એવું કોઈ કામ ન કરવું જોઈએ. અમે ચૂંટણીમાં સફળતા હાંસલ કરવા માટે ગઠબંધન કર્યું છે અને અમને સફળતાની આશા છે.

  • 08 Oct 2024 09:03 AM (IST)

    હરિયાણામાં BJPની હાલત ખરાબ, J&Kમાં કૉંગ્રેસ-NCની કમાલ

    હરિયાણામાં ભાજપની હાલત ખરાબ છે. અહીં ભાજપ માત્ર 23 સીટો પર આગળ છે. કોંગ્રેસ 65 બેઠકો પર આગળ છે. સીએમ સૈની અને અનિલ વિજ પણ પાછળ છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભાજપ 25 સીટો પર આગળ છે. કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી છે. ટ્રેન્ડમાં તે 47 સીટો પર આગળ છે.

  • 08 Oct 2024 08:58 AM (IST)

    હરિયાણામાં બહુમતી બાદ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ

    હરિયાણાના પરિણામોના પ્રારંભિક વલણોમાં બહુમતી બાદ કોંગ્રેસમાં ઉજવણીનું વાતાવરણ, કાર્યકરોએ દિલ્હી હેડક્વાર્ટરની બહાર લાડુનું વિતરણ કર્યું.

  • 08 Oct 2024 08:53 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં કુલ 63.88 મતદાન થયુ હતુ

    જમ્મુ-કાશ્મીરમાં કુલ 63.88 મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં 61.38 ટકા મતદાન, બીજા તબક્કામાં 57.31 ટકા મતદાન, ત્રીજા તબક્કામાં – 69.65 ટકા મતદાન થયુ હતુ.

  • 08 Oct 2024 08:46 AM (IST)

    હરિયાણામાં કેટલું મતદાન થયું હતુ ?

    હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન થયું હતું. હરિયાણામાં 67.9 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી કરતાં 3 ટકા વધુ મતદાન થયું હતું.

  • 08 Oct 2024 08:36 AM (IST)

    2014 માં યોજાયેલી J-K વિધાનસભાની ચૂંટણીની શું હતી સ્થિતિ ?

    2014 માં યોજાયેલી J-K વિધાનસભાની ચૂંટણીઓ તત્કાલીન રાજ્ય માટે એક દાયકામાં સૌથી વધુ સ્પર્ધાત્મક સાબિત થઈ હતી. PDP 28 બેઠકો (તમામ કાશ્મીર પ્રાંતમાં) સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, જોકે 87 સભ્યોના ગૃહમાં બહુમતી 44ના આંકડાથી ઘણી ઓછી છે. ભાજપે 25 બેઠકો સાથે અનુસર્યા – તમામ જમ્મુ ક્ષેત્રમાં – અને પીડીપી સાથે ગઠબંધન સરકારનો ભાગ હતો. ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની એનસીએ 15 બેઠકો જીતી હતી અને તે વર્ષની શરૂઆતમાં યોજાયેલી 2014ની લોકસભા ચૂંટણી સુધી એનસી સાથી કોંગ્રેસે 12 બેઠકો જીતી હતી.

  • 08 Oct 2024 08:32 AM (IST)

    J&K માં ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

    જમ્મુ-કાશ્મીરમાં ચિત્ર ઝડપથી બદલાયું છે. કોંગ્રેસ ગઠબંધન ભાજપ કરતા આગળ છે. તેઓ 34 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ માત્ર 25 બેઠકો પર આગળ છે. પીડીપી 2 સીટો પર આગળ છે.

  • 08 Oct 2024 08:31 AM (IST)

    હરિયાણામાં કોંગ્રેસ આગળ

    હરિયાણાની 90માંથી 16 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપ 3 સીટો પર , કોંગ્રેસ 13 સીટો પર આગળ છે.

  • 08 Oct 2024 07:40 AM (IST)

    હરિયાણા ચૂંટણીના પરિણામો વચ્ચે વિનેશ ફોગાટ બાલાજી મંદિર પહોંચી

    હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર આજે (8 ઓક્ટોબર) મત ગણતરી થશે. ચૂંટણીના પરિણામો આવે તે પહેલા હરિયાણાના જીંદ જિલ્લાના ઉમેદવાર વિનેશ ફોગાટ સાલાસર બાલાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિજય માટે પ્રાર્થના કરી હતી.

  • 08 Oct 2024 07:38 AM (IST)

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પરિણામ આવશે

    જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ ટૂંક સમયમાં ટ્રેન્ડ અને પછી પરિણામ આવવાનું શરૂ થશે. બંને રાજ્યોમાં 90-90 બેઠકો છે.

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. બંને રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં EDએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને 8 ઓક્ટોબરે તેમની સમક્ષ હાજર થવા માટે નવું સમન્સ જારી કર્યું છે. નીલકંઠ મહાદેવ વિરુદ્ધ જામા મસ્જિદ કેસની સુનાવણી બદાઉનમાં થઈ શકે છે. હાલમાં FTC કોર્ટના સિનિયર ડિવિઝન અમિત કુમાર સિંહની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ તાજમહેલની મુલાકાત લેવા આગ્રા જશે.

Published On - 7:32 am, Tue, 8 October 24