AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu & Kashmir: સુરક્ષાદળોની મળી મોટી સફળતા, ડોડામાંથી લશ્કરનો એક આતંકી પકડાયો, પિસ્તોલ સહિત અનેક હથિયારો જપ્ત

શંકાસ્પદ આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન અને કેટલીક ગોળીઓ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સજન-બજારની ગામનો રહેવાસી આદિલ ઈકબાલ બટ્ટ ઠઠરીમાં વાહનોના ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો.

Jammu & Kashmir: સુરક્ષાદળોની મળી મોટી સફળતા, ડોડામાંથી લશ્કરનો એક આતંકી પકડાયો, પિસ્તોલ સહિત અનેક હથિયારો જપ્ત
Jammu and Kashmir: Big success for security forces
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 5:00 PM
Share

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ડોડા જિલ્લામાં (Doda District) લશ્કર-એ-તૈયબાના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર સીમા બળ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત શોધ ટીમે શનિવારે વાહનોની તપાસ દરમિયાન સજાન-બજારની ગામના રહેવાસી આદિલ ઈકબાલ બટ્ટને (Adil Iqbal Butt) પકડી લીધો હતો.

તેમણે કહ્યું કે શંકાસ્પદ આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન અને કેટલીક ગોળીઓ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાલમાં પાકિસ્તાનથી કાર્યરત ડોડાના આતંકવાદી મોહમ્મદ અમીન ઉર્ફે ‘મુજામિલ’ ઉર્ફે ‘હારૂન’ ઉર્ફે ‘ઉમર’, જે પકડાયેલા બટ્ટનો આકા છે. તેમણે કહ્યું કે ઠઠરી પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

શનિવારે પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ-અલગ કાર્યવાહીમાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. પુલવામા અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક સૂચનાના આધારે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રહેમુ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરક્ષા દળોએ શનિવારે શોપિયાં જિલ્લામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયાના જૈનપુરા વિસ્તારના ચેરમાર્ગમાં આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બે જવાન પણ શહીદ થયા છે. તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જે બાદ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો. આ દરમિયાન ફાયરિંગમાં બે જવાન પણ શહીદ થયા હતા.

આ પણ વાંચો –

Photos : ડિમ્પલ યાદવથી લઈને અપર્ણા યાદવ સુધી, મુલાયમ સિંહની પુત્રવધૂઓએ લગ્નમાં પહેર્યો હતો આ બ્રાઈડલ પોશાક

આ પણ વાંચો –

Mumbai Local Train : લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર, આ લાઇન પર રહેશે આજે મેગા બ્લોક

આ પણ વાંચો –

Covid Update : એક દિવસમાં 20 હજારથી ઓછા નોંધાયા કેસ, પરંતુ મૃત્યુના આંકડા સાબિત કરે છે હજુ પણ ખતરો

g clip-path="url(#clip0_868_265)">