વિદેશ મંત્રી તરીકે જયશંકરની ફિલિપાઈન્સની પ્રથમ મુલાકાત, તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

|

Feb 15, 2022 | 5:15 PM

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર 13 થી 15 ફેબ્રુઆરી 2022 દરમિયાન ફિલિપાઈન્સની મુલાકાતે હતા. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી. ફિલિપાઈન્સના વિદેશ સચિવ ટીઓડોરો એલ લોકસિન જુનિયર સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

વિદેશ મંત્રી તરીકે જયશંકરની ફિલિપાઈન્સની પ્રથમ મુલાકાત, તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
External Affairs Minister Dr S Jaishankar and his Philippines counterpart Teodoro L Loxin Jr (PTI)

Follow us on

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર (S Jaishankar) 13 થી 15 ફેબ્રુઆરી 2022 દરમિયાન ફિલિપાઈન્સની (Philippines) મુલાકાતે હતા. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી. તેમની મુલાકાત દરમિયાન તેમણે તેમના સમકક્ષ અને ફિલિપાઈન્સના વિદેશ સચિવ ટીઓડોરો એલ લોકસિન જુનિયર (Teodoro L Locsin Jr) સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રીઓ ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે વેપાર, પ્રવાસન અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને વધારવા માટે સરળ વિઝા વ્યવસ્થાની જરૂરિયાત પર સહમત થયા હતા.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી જયશંકરે ફિલિપાઈન્સ સરકારનું (India-Philippines Relations) ધ્યાન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના ફિલિપાઈન્સમાં વહેલા પરત ફરવા તરફ દોર્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુલાકાત દરમિયાન જયશંકરે સંરક્ષણ પ્રધાન ડેલ્ફિન લોરેન્ઝાના, નાણા પ્રધાન કાર્લોસ ડોમિંગ્યુઝ III (Carlos Domineguez III) અને કૃષિ પ્રધાન ડૉ. વિલિયમ ડારને (Dr William Dar) મળ્યા હતા.

બ્રહ્મોસ મિસાઈલ માટે ભારત-ફિલિપાઈન્સ ડીલ

ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સંરક્ષણ સોદા પણ થયા છે. આમાં બ્રહ્મોસ મિસાઈલની તાજેતરની સમજૂતી મુખ્ય છે. જાન્યુઆરીના અંતમાં, ભારતને બ્રહ્મોસ મિસાઇલો માટે પ્રથમ નિકાસ ઓર્ડર મળ્યો હતો. ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે મિસાઈલોના પુરવઠા માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (BAPL) સાથે $374 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. જો કે, મિસાઇલોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. સૈન્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ઈન્ડો-રશિયન સંયુક્ત સાહસ ‘BAPL’ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું ઉત્પાદન કરે છે. આ મિસાઇલો સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા ગ્રાઉન્ડ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે $374 મિલિયનનો સોદો ફિલિપાઈન્સના દરિયાકાંઠે તૈનાત કરવામાં આવનાર ‘એન્ટિશિપ’ (એન્ટિ-શિપ) બ્રહ્મોસ મિસાઈલના સપ્લાય માટે છે. BAPL એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની સંયુક્ત સાહસ કંપની છે. આ કરાર ભારત સરકારની સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની નીતિમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચો: Career in Perfumery: જો તમને સુગંધની સારી સમજ હોય ​​તો પરફ્યુમર બનો, જાણો કોર્સ, કમાણી અને કારકિર્દીના વિકલ્પો

આ પણ વાંચો: બાળપણમાં જ ગુમાવી દીધી પોતાની આંખો, મિત્રો અને પરિવારના સહયોગથી પૂર્ણા સુંદરીએ પાસ કરી UPSC, જાણો તેમની સફર વીશે

Published On - 5:14 pm, Tue, 15 February 22

Next Article