ISROના SSLV રોકેટનું ઉડાણ સફળ, પરંતુ ઉપગ્રહ સાથેનો સંપર્ક તુટ્યો

ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું કે ઈસરો મિશન કંટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. લિંક સ્થાપિત થતાં જ અમે દેશને જાણ કરીશું.

ISROના SSLV રોકેટનું ઉડાણ સફળ, પરંતુ ઉપગ્રહ સાથેનો સંપર્ક તુટ્યો
isro sslv d1
Image Credit source: ANI
| Edited By: | Updated on: Aug 07, 2022 | 12:30 PM

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (Indian Space Research Organisation) રવિવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેનું પ્રથમ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLV-D1 લોન્ચ કર્યું. આ સેટેલાઇટ (satellites) લોન્ચ વ્હીકલમાં બે સેટેલાઇટ મોકલવામાં આવ્યા છે. પ્રક્ષેપણ સફળ રહ્યું અને રોકેટે બંને ઉપગ્રહોને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં મૂકવા માટે યોગ્ય રીતે કામ કર્યું. જો કે તે પછી સેટેલાઇટથી ડેટા મળતો બંધ થઇ ગયો છે. આ અંગે ઈસરોનું (ISRO) નિવેદન પણ સામે આવ્યું છે.

હકીકતમાં, ISROએ રવિવારે સવારે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત ઉપગ્રહ AzadiSAT સાથે તેનું પ્રથમ નાનું ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SSLV-D1 લોન્ચ કર્યું. રોકેટે યોગ્ય રીતે કામ કર્યું અને બંને ઉપગ્રહોને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં લાવ્યા. પરંતુ તે પછી ઉપગ્રહોના ડેટા મળતા બંધ થઈ ગયા.

ઈસરોના વડાએ કહ્યું કે ટૂંક સમયમાં અપડેટ થશે

આ સમગ્ર મામલે ISRO ચીફ એસ સોમનાથે કહ્યું કે ISRO મિશન કંટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. લિંક સ્થાપિત થતાં જ અમે દેશને તેની જાણ કરીશું.

આ બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા

ISRO એ SSLV દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકેલા બે ઉપગ્રહો પૈકી EOS02 એ પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. જે 10 મહિના સુધી અવકાશમાં કામ કરશે. તેનું વજન 142 કિલો છે. તેમાં મધ્યમ અને લાંબી વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા છે. જેનું રિઝોલ્યુશન 6 મીટર છે. એટલે કે તે રાત્રે પણ મોનિટર કરી શકે છે.

જ્યારે અન્ય આઝાદીસેટ ઉપગ્રહ છે. તે SpaceKidz India નામની સ્વદેશી ખાનગી સ્પેસ એજન્સીનો વિદ્યાર્થી ઉપગ્રહ છે. તેને દેશની 750 વિદ્યાર્થીનીઓએ બનાવ્યો છે. સ્પેસ કિડ્સ ઇન્ડિયાના વિદ્યાર્થીઓની ટીમે પૃથ્વી પરની સિસ્ટમ ડિઝાઇન કરી છે. જે સેટેલાઇટમાંથી ડેટા પ્રાપ્ત કરશે. આ ઉપગ્રહ નવી ટેકનોલોજીથી સજ્જ છે જે વનસંવર્ધન, કૃષિ, ભૂસ્તરશાસ્ત્ર અને જળવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કામ કરશે.