Israel Hamas War: યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ઈઝરાયલમાં ફસાયેલા મેઘાલયના 27 નાગરિકો સુરક્ષિત રીતે ઈજીપ્ત પહોંચ્યા

ઇઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલે હમાસના આતંકવાદીઓ સામે યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયલ હમાસ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે મેઘાલયના 27 લોકોનું જૂથ અને રાજ્યસભાના સભ્ય વાનવેરોય ખારલુખી ઇઝરાયેલના બેથલેહેમમાં ફસાયા હતા. જો કે હવે યુદ્ધની વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

Israel Hamas War: યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ઈઝરાયલમાં ફસાયેલા મેઘાલયના 27 નાગરિકો સુરક્ષિત રીતે ઈજીપ્ત પહોંચ્યા
amid war 27 citizens of Meghalaya trapped in Israel reached Egypt safely
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 10:27 AM

ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલે હમાસના આતંકવાદીઓ સામે યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયલ હમાસ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે મેઘાલયના 27 લોકોનું જૂથ અને રાજ્યસભાના સભ્ય વાનવેરોય ખારલુખી ઇઝરાયેલના બેથલેહેમમાં ફસાયા હતા. જો કે હવે યુદ્ધની વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે.હમાસના આતંકવાદીઓએ ભારતના મેઘાલય રાજ્યના 27 નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકો ઈજીપ્ત પહોંચ્યા

ઈઝરાયલમાં ફસાયેલા મેઘાલયના 27 નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ઇજિપ્તમાં પ્રવેશ્યા છે. તે બધાના સુરક્ષિત સ્વદેશ પરત આવે તેની ખાતરી કરવા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોનો સંપર્ક કર્યો

તમને જણાવી દઈએ કે સીએમ કોનરાડ સંગમાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે મેઘાલયના 27 નાગરિકો યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના કેટલાક વિસ્તારોમાં ફસાયેલા છે. તેમણે નાગરિકોને બચાવવા માટે શનિવારે વિદેશ મંત્રાલય (MEA) પાસે મદદ માંગી હતી. આ પછી, વિદેશ મંત્રાલય સતત નાગરિકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. હવે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે
આજે Royal Enfield કરશે મોટો ધમાકો, લોન્ચ થશે બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક

ભારતીયો જેરુસલેમની પવિત્ર યાત્રાએ ગયા હતા

તમને જણાવી દઈએ કે જેરુસલેમની પવિત્ર યાત્રા માટે ગયેલા મેઘાલયના 27 નાગરિકો ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના તણાવને કારણે બેથલહેમમાં અટવાઈ ગયા છે. જેરુસલેમ યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામનું પવિત્ર શહેર છે. મેઘાલયના ખ્રિસ્તીઓ ત્યાં ધાર્મિક યાત્રાએ જાય છે.

હમાસે અચાનક ઈઝરાયલ પર હુમલો કર્યો

6 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો. એક પછી એક 5000 રોકેટ છોડવામાં આવ્યા અને તેઓ ઇઝરાયલની સુરક્ષા કોર્ડન તોડીને સરહદી વિસ્તારોમાં પ્રવેશ્યા. શનિવાર સવારથી જ હમાસ ઈઝરાયેલ પર રોકેટનો વરસાદ કરી રહ્યું છે. આ હુમલાનો બદલો ઈઝરાયલે પણ હમાસ પર હુમલો કરીને આપ્યો છે. સમાચાર અનુસાર, ઇઝરાયેલના એક સૈન્ય અધિકારીનું કહેવું છે કે ગાઝા અને દક્ષિણ ઇઝરાયેલમાં હમાસ સાથેની લડાઇમાં ‘સેંકડો આતંકવાદીઓ’ માર્યા ગયા છે અને ડઝનેકને પકડવામાં આવ્યા છે. તેના નિવેદનમાં, ઇઝરાયલી સેનાએ હમાસના સ્થાનોને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવાનો દાવો કર્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">