ઈસ્માઈલ અલ-હિંદીએ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી હતી, વોઈસ ઓફ ખોરાસાનમાં ISISનો મોટો ખુલાસો

|

Sep 02, 2022 | 7:41 PM

ISISએ મહત્વનો ખુલાસો કરતા કહ્યું છે કે આતંકવાદી ઈસ્માઈલ અલ-હિંદીએ મુંબઈ હુમલાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈના રહેવાસી ઈસ્માઈલ અલ હિન્દીનો સંબંધ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે હતો.

ઈસ્માઈલ અલ-હિંદીએ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી હતી, વોઈસ ઓફ ખોરાસાનમાં ISISનો મોટો ખુલાસો
Mumbai Attack

Follow us on

વિશ્વભરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપનાર ઈસ્લામિક સ્ટેટ ખોરાસાને (Islamic State Khorasan) તેના વિવાદાસ્પદ મેગેઝીનના (Magazine Voice of Khorasan) નવા અંકમાં 2008ના મુંબઈ હુમલા સાથે જોડાયેલી મહત્વની માહિતી આપી છે. 51 પાનાના આ એડિશનમાં ISISએ મહત્વનો ખુલાસો કરતા કહ્યું છે કે આતંકવાદી ઈસ્માઈલ અલ-હિંદીએ મુંબઈ હુમલાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈના રહેવાસી ઈસ્માઈલ અલ હિન્દીનો સંબંધ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે હતો.

2006માં લશ્કર-એ-તૈયબા સાથે સંપર્કમાં આવ્યો હતો

ISISએ મેગેઝિનને ટાંકીને માહિતી આપી છે કે 2008ના મુંબઈ હુમલાના પ્લાનિંગમાં ઈસ્માઈલ અલ-હિંદીનો હાથ હતો. તે ષડયંત્રનો પણ ભાગ હતો, ખાસ કરીને તાજ હોટલ પરના હુમલાનો. અફઘાનિસ્તાનના નાંગરહારથી પ્રકાશિત ISIS મેગેઝિન વોઈસ ઓફ ખોરાસાનમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, ઈસ્માઈલ અલ-હિંદીના પિતા હાફિઝ સાહબ મૂળ યુપીના હતા, પરંતુ મુંબઈમાં સ્થાયી થયા હતા. ઈસ્માઈલ અલ-હિંદી 2006માં કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં આતંકની તાલીમ લીધી

કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓની ધરપકડ બાદ ભારતીય ઈન્ટેલિજન્સે મુંબઈમાં ઈસ્માઈલ અલ હિન્દીના ઘરે જઈને પૂછપરછ કરી હતી. જો કે, ત્યારબાદ ઈસ્માઈલ ગુપ્તચર એજન્સીઓથી ભાગવામાં સફળ રહ્યો અને બાદમાં કાશ્મીરના સ્થાનિક લોકોની મદદથી પીઓકે થઈને પાકિસ્તાન ગયો, જ્યાં તેણે આતંકની તાલીમ લીધી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મેગેઝીનના લેખ અનુસાર, ISISમાં જોડાતા પહેલા તેણે પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા અને લશ્કર-એ-તૈયબા સાથે કામ કર્યું હતું પરંતુ બાદમાં અલ કાયદામાં જોડાઈ ગયો હતો. અલ-કાયદા બાદ તેણે જેહાદ માટે હિજરા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તુર્કીમાં પોલીસે તેને પરિવાર સાથે પકડીને જેલમાં મોકલી દીધો હતો.

થોડા સમય પછી તેને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો, જ્યાં તેને થોડા દિવસો માટે પાકિસ્તાનની જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે પાકિસ્તાની એજન્સીઓને ચકમો આપીને ખોરાસાન પહોંચ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગયો. જો કે, વર્ષ 2019 માં, તે યુએસ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો.

આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા થઈ હતી

આતંકવાદી સંગઠન ISIS પાસે લગભગ 20 અલગ-અલગ મોડ્યુલ છે. આમાંથી એક ખોરાસાન જૂથ છે, જેને ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન કહેવાય છે. આ કારણે તેને ISISનું સૌથી ખતરનાક જૂથ માનવામાં આવે છે. આ મોડ્યુલની રચના ઘણા વર્ષો પહેલા શરૂ થઈ હતી જ્યારે કેટલાક લડવૈયાઓએ ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર ખોરાસન વિસ્તારમાં પોતાનો જૂથ બનાવ્યો હતો. સ્થાનના નામના આધારે જૂથનું નામ આપ્યું. આ જૂથ તાલિબાનને પોતાનો દુશ્મન માને છે. આ જૂથ લગભગ એક દાયકા પહેલા 2012 માં સ્વતંત્ર જૂથ તરીકે શરૂ થયું હતું, પરંતુ પછીથી તે ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISISનો ભાગ બની ગયું.

Next Article