એકલામાં અશ્લીલ વીડિયો જોવો એ ગુનો બને છે ? કેરળ હાઈકોર્ટે આમ કહ્યું
કોર્ટે કહ્યું કે, આ મામલામાં સૌથી મહત્વના સવાલ મુજબ, જો કોઈ વ્યક્તિ પોતાના ફ્રી ટાઈમમાં પોર્નને બીજાને બતાવ્યા વિના જુએ છે, તો શું તે ગુનાની શ્રેણીમાં આવે છે? કોર્ટે કહ્યું કે આવો મામલો તેમની અંગત પસંદગી હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેને કોઈપણ રીતે દબાણ કરી શકે નહીં.
શું ખાનગીમાં પોર્ન જોવું એ અશ્લીલતા છે, ગુનો બને છે ? શું આવા કેસમાં સજા થઈ શકે ? કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આવા જ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. કેરળ હાઈકોર્ટે એક સપ્તાહ પહેલા એક વ્યક્તિ વિરુદ્ધ શરૂ કરાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરતા કહ્યું કે, ખાનગીમાં પોર્ન વીડિયો જોવો એ અશ્લીલતા હેઠળના ગુનાની શ્રેણીમાં આવતું નથી. તમને જણાવી દઈએ કે આરોપી વ્યક્તિને પોલીસે તેના મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોવા બદલ ધરપકડ કરી હતી.
કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે ખાનગીમાં અશ્લીલ વીડિયો જુએ છે. જો તે કોઈને વીડિયો ના મોકલે અને જાહેરમાં આવા વીડિયો ના જુએ, તો તે કોઈપણ રીતે અશ્લીલતા માટે દોષિત રહેશે નહીં. કોર્ટે કહ્યું કે, મોબાઈલ પર આવી સામગ્રી જોવી એ કોઈની અંગત પસંદગી હોઈ શકે છે અને કોર્ટ તેની ગોપનીયતામાં કોઈપણ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં.
લાઈવ લૉના રિપોર્ટ અનુસાર, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, અશ્લીલ વીડિયોને અન્ય લોકોને બતાવ્યા વિના ખાનગી રીતે જોવો તે કોઈપણ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 292 હેઠળ અપરાધની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં સૌથી મહત્વના સવાલ મુજબ, જો કોઈ વ્યક્તિ પોતાના ફ્રી ટાઈમમાં પોર્નને બીજાને બતાવ્યા વિના જુએ છે, તો શું તે ગુનાની શ્રેણીમાં આવે છે? કોર્ટે કહ્યું કે આવો મામલો તેમની અંગત પસંદગી હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેને કોઈપણ રીતે દબાણ કરી શકે નહીં.
કોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ દ્વારા ગોપનીયતામાં અશ્લીલ ફોટા અને વીડિયો જોવો એ IPCની કલમ 292 હેઠળ ગુનો નથી. જો કોઈ વ્યક્તિ અશ્લીલ ફોટા અને વીડિયોનું પ્રસારણ અને અન્યોને વિતરણ કરે છે અથવા તેને સાર્વજનિક સ્થળે જુએ છે અથવા બતાવવાનો પ્રયાસ કરે છે, તો તેને IPCની કલમ 292 હેઠળ ગુનો ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આપણા દેશમાં પુરુષ અને મહિલા વચ્ચે એકાંતમાં તેમની સંમતિથી શારીરિક સંબંધ બાંધવો એ ગુનો નથી. જો કે, આ સમય દરમિયાન જસ્ટિસ કુન્હીક્રિષ્નને, માતા-પિતાને ચેતવણી આપતાં કહ્યું હતું કે દેખરેખ વિના સગીર બાળકોને મોબાઈલ ફોન સોંપવામાં ઘણો ખતરો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે અશ્લીલ વીડિયો ઇન્ટરનેટની મદદથી મોબાઈલ ફોન પર સરળતાથી જોઈ શકાય છે અને બાળકો તેને સરળતાથી જોઈ શકે છે, જેના દૂરગામી પરિણામો આવી શકે છે.