Corona Vaccine લીધા બાદ જો થશે પ્રતિકૂળ અસર તો વિમા કંપની ઉપાડશે હોસ્પિટલ ખર્ચ: IRDAI

|

Mar 19, 2021 | 5:21 PM

Corona મહામારીથી બચવા માટે હાલ દુનિયાના તમામ દેશ પાસે Corona Vaccine ઉપલબ્ધ છે અને મોટાભાગે તમામ જગ્યાએ રસીકરણ શરૂ પણ થઈ ગયુ છે. પરંતુ કોરોના વેક્સિન લીધા બાદ કોઈને ઘણા લોકોએમાં તેની આડઅસર થઈ હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

Corona Vaccine લીધા બાદ જો થશે પ્રતિકૂળ અસર તો વિમા કંપની ઉપાડશે હોસ્પિટલ ખર્ચ: IRDAI

Follow us on

Corona મહામારીથી બચવા માટે હાલ દુનિયાના તમામ દેશ પાસે Corona Vaccine ઉપલબ્ધ છે અને મોટાભાગે તમામ જગ્યાએ રસીકરણ શરૂ પણ થઈ ગયુ છે. પરંતુ કોરોના વેક્સિન લીધા બાદ કોઈને ઘણા લોકોએમાં તેની આડઅસર થઈ હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. કોરોના વેક્સિન લીધા બાદ જો પ્રતિકૂળ અસર થાય અને વિમાધારક હોસ્પિટલમાં દાખલ થાય તો તેનો ખર્ચ કંપની ઉપાડશે. ભારતીય વિમા નિયામક અને વિકાસ પ્રાધિકારણ (IRDAI – Insurance Regulatory and Development Authority)ને આ બાબતે ગુરુવારે સ્પષ્ટ નિર્દેશો જાહેર કર્યા છે.

 

IRDAIએ કહ્યું કે જે વિમાધારકે કોરોના વેક્સિન લીધી છે અને તેની કોઈ પણ પ્રતિકૂળ અસરને કારણે જો અગર તે હોસ્પિટલમાં દાખલ થાય છે તો તેના ઈલાજના ખર્ચ માટે વિમા કંપની પર ક્લેઈમ કરી શકે છે. વિમા નિયામકે પાછલા દિવસોમાં વીમા પોલિસીમાં Covid-19ના ઈલાજને આવરી લીધો હતો, પરંતુ આમાં રસીકરણના ખર્ચને સામેલ નથી કરવામાં આવ્યો જે હજુ પણ વિમા પોલિસીથી બહાર છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

સ્વાસ્થ્યકર્મીઓએ ઉઠાવ્યો હતો સવાલ

કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્વાસ્થ્યકર્મીઓએ વિમા કંપનીઓ પર સવાલ ઉઠાવ્યો હતો કે Covid-19ની રસી લીધા પછી તેઓને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું તો તે ઈલાજનો ખર્ચ વિમા કંપનીઓ ઉઠાવે તેવું તેની માંગ હતી. આ બાબત પર સ્પષ્ટીકરણ કરતાં IRDAIએ કહ્યું કે જે વિમાધારકે કોરોના વેક્સિન લીધી છે અને તેની કોઈ પણ પ્રતિકૂળ અસરને કારણે જો તે હોસ્પિટલમાં દાખલ થાય છે તો તેના ઈલાજના ખર્ચ માટે વિમા કંપની પર ક્લેઈમ કરી શકે છે.

 

LICએ સરળ બનાવી સેટલમેન્ટ પ્રક્રિયા

સરકારી વિમા કંપની LICએ મહામારીના સંકટોથી અસર પામેલા તેના ગ્રાહકો માટે સેટલમેન્ટ પ્રક્રિયા ઘણી સરળ બનાવી દીધી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે ગ્રાહક પોતાની પોલિસીની પરિપક્વતા (Maturity) અવધિ કોઈ પણ દસ્તાવેજ દેશની કોઈ પણ LIC કાર્યાલયમાં જમા કરવી શકશે. 113 સ્થાનીય કાર્યાલય અને 2,048 શાખાઓ સિવાય 1,526 સેટેલાઈટ કાર્યાલયમાં પણ પરિપક્વતા સબંધી દસ્તાવેજ જમા કરવી શકાશે. આ સુવિધાને હજુ અજમાયશી આધાર પર લાગુ કરવામાં આવશે અને ઉપભોક્તા 31 માર્ચ 2021 સુધી ક્લેઈમ કરી શકશે. દસ્તાવેજ જમા થાય બાદ વિમાની ચુકવણી તો મૂળ શાખાથી કરવામાં આવશે. તમામ શાખાઓને આ બાબતના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: MEHSANA : કડીમાં કપાસની રેકોર્ડ બ્રેક આવક, કપાસની થશે નિકાસ

Next Article