ચીનાઓ હવે રાતા પાણીએ રડશે, INS વાગીર સબમરીનને નેવીમાં સામેલ કરવામાં આવી, જાણો તેની ખાસીયત

|

Jan 23, 2023 | 3:15 PM

સેન્ડ શાર્ક સબમરીન સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ છે, જેના કારણે રડાર પણ તેને સરળતાથી પકડી શકશે નહી. INS વાગીર હિંદ મહાસાગરમાં ચીની નૌકાદળને તેની ઓકાત બતાવશે.

ચીનાઓ હવે રાતા પાણીએ રડશે, INS વાગીર સબમરીનને નેવીમાં સામેલ કરવામાં આવી, જાણો તેની ખાસીયત
INS Vagir
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

હવે હિંદ મહાસાગરમાં ચીનનું વર્ચસ્વ નહીં ચાલે. દરિયામાં ભારતની તાકાત વધી છે. કલવરી વર્ગની પાંચમી સબમરીન INS વાગીરને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી, જેનાથી ભારતની નેવીની તાકાતમાં વધારો થયો છે. INS વાગીરનું નિર્માણ Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રુપ સાથે મળીને કરવામાં આવ્યું છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં તેને નેવીમાં સામેલ કરવામાં આવી હતી.

ભારતીય નૌકાદળના મુજબ સબમરીન દુશ્મનને રોકવાની ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો કરીને ભારતના દરિયાઈ રક્ષણમાં વધારો કરશે. તે કટોકટીના સમયમાં નિર્ણાયક સાબીત થઈ શકે છે, ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) ઓપરેશન ચલાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. વાગીરનો અર્થ થાય છે રેતીની શાર્ક, જે તત્પરતા અને નિર્ભયતાની ભાવના દર્શાવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

INS વાગીર છે સૌથી અલગ

નેવીએ જણાવ્યું કે, INS વાગીર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ સેન્સર અને શસ્ત્રોથી સજ્જ છે, જેમાં વાયર-ગાઇડેડ ટોર્પિડો અને સપાટીથી સપાટી પરની મિસાઇલોનો સમાવેશ થાય છે, જે દુશ્મનના દાત ખાટા કરી શકે છે.

ચીની નેવીને જડબાતોડ જવાબ આપશે સેન્ડ શાર્ક

નેવીના જણાવ્યા અનુસાર સબમરીનમાં મરીન કમાન્ડોને સ્પેશિયલ ઓપરેશન માટે પાણીમાં ઉતારવાની ક્ષમતા છે, જ્યારે તેનું શક્તિશાળી ડીઝલ એન્જિન બેટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકે છે. સ્વરક્ષણ માટે તેમાં અત્યાધુનિક ટોર્પિડો ડીકોય સિસ્ટમ લગાવવામાં આવી છે. હિંદ મહાસાગરમાં ચીની નૌકાદળની વધતી હાજરી વચ્ચે INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે.

પૂર્વ લદ્દાખ એ વિસ્તાર છે, જ્યાં 5 મે, 2020 ના રોજ, પેંગોંગ લેક વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારને લઈને બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાતચીત થઈ છે. ભારત હંમેશા LAC પર શાંતિ સ્થાપવાના પક્ષમાં રહ્યું છે. ભારતના જવાનોએ ચીનાઓને દોડાવી દોડાવી માર્યા હતા ચીનાઓ અનેક વાર ભારતની આર્મી સામે માર ખાય છે પણ સુધરતા નથી.

Published On - 3:14 pm, Mon, 23 January 23

Next Article