ભારત-બ્રિટન પ્રથમ દ્વિપક્ષીય ત્રિ-સેવા યુદ્ધ અભ્યાસ, સંયુક્ત સમુદ્રી અભિયાન ચલાવવા બંને દેશોની તત્પરતા

|

Oct 29, 2021 | 2:20 PM

આ યુદ્ધ અભ્યાસ બંને દેશોના સંરક્ષણ દળોને એક સહયોગાત્મક ભાવનાથી એકબીજા સાથે પોતાની સૌથી સારી બાબતો અને અનુભવોનું આદાનપ્રાદન કરવા માટે તક પૂરી પાડી છે. જે ખાસ કરીને જટીલ અને અભૂતપૂર્વ વૈશ્વિક સુરક્ષાના માહોલમાં મહત્વપૂર્ણ છે.

ભારત-બ્રિટન પ્રથમ દ્વિપક્ષીય ત્રિ-સેવા યુદ્ધ અભ્યાસ, સંયુક્ત સમુદ્રી અભિયાન ચલાવવા બંને દેશોની તત્પરતા
Indo-British first bilateral tri-service war study, readiness of both countries to launch joint naval operation

Follow us on

પ્રથમ દ્વિપક્ષીય ત્રિ-સેવા યુદ્ધ અભ્યાસ, આ યુદ્ધ અભ્યાસ બંને દેશોના પ્રધાનમંત્રી દ્વારા મે 2021માં જાહેર કરવામાં આવેલા ભારત-બ્રિટન 2020 રોડમેપનું પરિણામ છે. ભારત અને બ્રિટનના સશસ્ત્ર દળો વચ્ચે અરબ સાગરમાં યોજવામાં આવેલા પ્રથમ દ્વિપક્ષીય ત્રિ-સેવા યુદ્ધ અભ્યાસ “કોંકણ શક્તિ 2021” નું 27 ઓક્ટોબર 2021ના રોજ સમાપન થયું હતું. આ અભ્યાસના પ્રથમ સંસ્કરણનું સરળ અમલીકરણ બંને દેશો અને તેમના સૈન્યની પ્રોફેશનલ ક્ષમતાઓમાં પારસ્પરિક સમજ અને સહિયારી પ્રતિબદ્ધતાનો પૂરાવો આપે છે.

ચાર દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ અભ્યાસમાં બંને દેશોના સંરક્ષણ દળોએ સમુદ્રી અભિયાનમાં તમામ ક્ષેત્રો એટલે કે વાયુ, સર્ફેસ (જમીન સપાટી) અને સબ-સર્ફેસ (જમીન સપાટીથી નીચેનો ભાગ)માં જટીલ બહુ-સેવા યુદ્ધ અભ્યાસોની એક શ્રૃંખલાના માધ્યમથી એકજૂથ થઇને કામ કર્યું હતું. આ યુદ્ધ અભ્યાસ દરમિયાન કરવામાં આવેલી કવાયતોમાં “સમુદ્રમાં પુનઃપૂર્તિ અભ્યાસ, યુદ્ધ વિમાનો દ્વારા હવાઇ હુમલાનું અભિયાન, હેલિકોપ્ટરો દ્વારા ક્રોસ કંટ્રોલ, સૈન્યના જવાનોના સિમ્યુલેટેડ ઇન્ડક્શન, ખતમ કરી શકાય તેવા હવાઇ લક્ષ્યો પર બંદૂક ચલાવવી, ઉન્નત વાયુ અને સબ-સર્ફેસ અભ્યાસ, સમગ્ર હેલિકોપ્ટર પરેડ” સામેલ છે. યુકે (F35B), ભારતીય નૌસેના (મિગ 29K) અને ભારતીય વાયુસેના (SU-30 અને જગુઆર)ના યુદ્ધ વિમાનો સાથે મોટાપાયે સંરક્ષણ દળોને આ અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ જરૂર પડે ત્યારે સંયુક્ત સમુદ્રી અભિયાન ચલાવવા માટે બંને દેશોના ઉચ્ચ તાલમેલ, પ્રોફેશનલ ક્ષમતા અને તત્પરતા દર્શાવે છે.

આ યુદ્ધ અભ્યાસ બંને દેશોના સંરક્ષણ દળોને એક સહયોગાત્મક ભાવનાથી એકબીજા સાથે પોતાની સૌથી સારી બાબતો અને અનુભવોનું આદાનપ્રાદન કરવા માટે તક પૂરી પાડી છે. જે ખાસ કરીને જટીલ અને અભૂતપૂર્વ વૈશ્વિક સુરક્ષાના માહોલમાં મહત્વપૂર્ણ છે. બંને નૌસેનાના જહાજો વચ્ચે પારંપરિક સ્ટીમ પાસ્ટ સાથે આ યુદ્ધ અભ્યાસનું સમાપન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

આ પણ વાંચો : World Stroke Day 2021: દર 4 વ્યક્તિમાંથી એક વ્યકિત બની રહ્યો છે સ્ટ્રોકનો શિકાર, જાણો કેવી રીતે બચી શકાય આ બિમારીથી ?

આ પણ વાંચો : COP26 Climate Summit: ગ્લાસગો કોન્ફરન્સમાં ભારત ઉઠાવશે ‘Climate Justice’નો મુદ્દો, PM મોદી સમજાવશે તે શા માટે મહત્વનું છે

Next Article