AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના 10 મંદિર પાસે છે એટલાં રુપિયા કે જો ભારતના દરેક પરિવારને 10 કરોડ રુપિયા આપવામાં આવે તો પણ મંદિરોનો ખજાનો ખાલી ન થાય!

ભારતના મંદિરોમાં કેટલાં રુપિયા દાનમાં મળે છે તેને આંકડો સાંભળીને નવાઈ લાગશે. ભારતના મંદિરો માત્ર ભારતમાં જ નહિં વિશ્વમાં કમાણીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે. પદ્મનાભસ્વામી મંદિર, કેરળ Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે […]

દેશના 10 મંદિર પાસે છે એટલાં રુપિયા કે જો ભારતના દરેક પરિવારને 10 કરોડ રુપિયા આપવામાં આવે તો પણ મંદિરોનો ખજાનો ખાલી ન થાય!
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 11:50 AM

ભારતના મંદિરોમાં કેટલાં રુપિયા દાનમાં મળે છે તેને આંકડો સાંભળીને નવાઈ લાગશે. ભારતના મંદિરો માત્ર ભારતમાં જ નહિં વિશ્વમાં કમાણીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે.

પદ્મનાભસ્વામી મંદિર, કેરળ

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

પદ્મનાભસ્વામી મંદિર એ કેરળ રાજ્યમાં આવેલું છે અને તેની વાર્ષિક દાનની રકમની ગણતરી કરીએ તો તે મંદિર વિશ્વનું સૌથી ધનવાન મંદિર છે. 2011માં ભારતીય સુપ્રીમ કોર્ટે આ મંદિરનું વ્યવસ્થાપન પોતાના હાથમાં લઈ લીધું હતું. બાદમાં મંદિરના ગર્ભગૃહના લોકરોને ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી મળેલાં ખજાનાની કિંમત એક ટ્રિલીયન ડોલર આંકવામાં આવી હતી. જેને ભારતીય રુપિયામાં આંકીએ તો તે રકમ એક લાખ કરોડ જેટલી થાય છે અને મુખ્ય વાત તો હવે રહી કે તેનું બીજા ભાગને તો ખોલવામાં જ નથી આવ્યો. આ મંદિર ભારતનું સૌથી ધનવાન મંદિર છે અને વિશ્વમાં પણ તેની ગણતરી પ્રથમ ક્રમાંકે જ થાય છે.

તિરુમાલા તિરુપતિ મંદિર વેંકેટેશ્વર, આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશના આ મંદિરમાં દરરોજના લાખો લોકો દર્શન માટે આવે છે. તહેવારોમાં આ સંખ્યા વધીને બમણી થઈ જાય છે. દર વર્ષે ભક્તો અહીં આવીને મુંડન કરાવીને જે વાળ મંદિરને અપર્ણ કરે છે તેના વેચાણથી જ મંદિરને 39 કરોડની આવક થાય છે. એક અહેવાલ પ્રમાણે મંદિર પાસે 52 ટન જેટલું સોનું અનામત છે. આ બધાની કુલ રકમ 37 હજાર કરોડ રુપિયા થાય છે. મંદિરની વાર્ષિક આવકની વાત કરીએ તો તે 1 કરોડ 10 લાખ જેટલી થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાંઈબાબા મંદિર, શિરડી

સાંઈબાબા મંદિર શિરડીમાં લાખો રુપિયાની સંપત્તિ દાનમાં મળે છે. મંદિરમાં એક સાંઈબાબાનું આસન છે જેની કિંમત લગભગ 10 કરોડ રુપિયા જેટલી છે. આ આસનને 94 કિલો સોના વડે બનાવવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મુંબઈ શહેરમાં આવેલાં ધનવાન મંદિરોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. રોજ આ મંદિરમાં લગભગ 25 હજારથી માંડીને 2 લાખ ભક્તજનો દર્શન કરવા માટે આવે છે. કોલકત્તાના એક વેપારીએ મંદિરને 3.7 કિલો વજનનો એક સોનાનો ગુંબજ દાનમાં આપ્યો હતો. સિદ્ધિવિનાયક મંદિરની વાર્ષિક આવક 100 કરોડ જેટલી છે અને મંદિરના નામે 125 કરોડ રુપિયાની ‘ફિક્સ્ડ ડિપોઝીટ’ રાખવામાં આવી છે. આમ આ મંદિર પોતાની આટલી રકમ સાથે ભારતના ધનવાન મંદિરમાં સ્થાન પામે છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મીનાક્ષી અમ્મન, તામિલનાડુ

મીનાક્ષી મંદિર તામિલનાડુના મદુરાઈ ખાતે આવેલું છે. આ વિશાળ મંદિરમાં 10 દિવસ ઉજવવામાં આવતા તહેવારમાં જેનું નામ ‘તિરુકલ્યાણમ’ તેમાં લગભગ 10 લાખ લોકો આવે છે. આ તહેવાર એપ્રિલ અને મે મહિનામાં મનાવવામાં આવે છે. મીનાક્ષી મંદિરની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે 6 કરોડની આસપાસ છે. આ મંદિરની ખાસિયત એવી છે કે મંદિરમાં બે સ્વર્ણકલા મૂર્તિવાળા વિમાનો અને લગભગ 33 હજાર મૂર્તિઓ આવેલી છે.

જગન્નાથ મંદિર, ઓરિસ્સા, પુરી

આ મંદિર ઓરિસ્સામાં આવેલું છે અને જેમાં ભગવાન જગન્નાથ બિરાજમાન છે. જગન્નાથ ભગવાનને કેટલીકવાર દરિદ્ર નારાયણના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની વાર્ષિક આવક 50 કરોડ રુપિયાની છે. આ મંદિરમાં કુલ 7 ઓરડાઓ છે જેમાંથી માત્ર 2 જ દ્રાર ખોલવામાં આવ્યા છે.

વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ-કશ્મીર

જમ્મુના કટરા જિલ્લામાં આ મંદિર આવેલું છે. આ મંદિરને બીજી રીતે જોવા જઈએ તો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે તેની સંખ્યામાં આ મંદિર ભારતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ મંદિરની વાર્ષિક આવક અંદાજે 500 કરોડ જેટલી થાય છે.

સુવર્ણ મંદિર, પંજાબ

સુવર્ણ મંદિર પંજાબમાં અમૃતસર ખાતે આવેલું છે. આ મંદિરમાં એક જ દિવસમાં લાખ જેટલાં લોકો દર્શન માટે આવે છે. આ મંદિરને સોનાની પરખથી મઢવામાં આવ્યું છે જેના લીધે રાત્રે આ મંદિર સોના જેવા પીળા રંગથી રંગાઈ જાય છે. આ મંદિરની સંપત્તિ કેટલી છે તે સત્તાવાર રીતે જાણી શકાયું નથી પણ વિશેષજ્ઞો દાવા મુજબ આ મંદિર પણ ભારતનું સૌથી ધનવાન મંદિરોમાંથી એક છે.

સોમનાથ મંદિર, ગુજરાત

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં આવેલું છે. સોમનાથ મંદિરની સંપત્તિ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. એક વખત 2012ના વર્ષમાં સુરત અને મુંબઈના વેપારીઓ દ્વારા મંદિરને 11 કરોડ રુપિયાના 36 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું હતું.

કાશી વિશ્વનાથ મંદિર, ઉત્તરપ્રદેશ

કાશી વિશ્વનાથ મંદિરને ભગવાન શિવજીના જૂનાં સ્થળોમાં ગણવામાં આવે છે. આ મંદિરની સંપત્તિ પણ જાહેર કરવામાં આવી નથી. એક કિસ્સામાં અહીં મંદિરના એક પૂજારી પર 2005ના વર્ષમાં 99 કિલો સોનું અને મંદિરની અન્ય સંપત્તિ છૂપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આમ ભારતના તમામ મંદિરોની આવક એકસાથે ભેગી કરીને ભારતના તમામ પરિવારોને તેમાંથી 10 કરોડ રુપિયા આપી દેવામાં આવે તો પણ આ મંદિરોનો ખજાનો ખૂટે તેમ નથી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">