શું હવે લદ્દાખમાં પણ ઇલેક્ટ્રિક વાહનથી જઈ શકાશે ? ભારતનું સર્વોચ્ચ EV ચાર્જિંગ સ્ટેશન કાઝામાં શરૂ કરાયુ

|

Sep 24, 2021 | 4:41 PM

કાઝાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યુ હતુ કે, કાઝા ખાતે 500 ફૂટની ઉંચાઈ પર સૌથી ઉંચું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે.

શું હવે લદ્દાખમાં પણ ઇલેક્ટ્રિક વાહનથી જઈ શકાશે ? ભારતનું સર્વોચ્ચ EV ચાર્જિંગ સ્ટેશન કાઝામાં શરૂ કરાયુ
India's highest ev charging point is open in kaza

Follow us on

Himachal Pradesh: દેશમાં વધતા વાયુ પ્રદુષણને રોકવા માટે ઈલેક્ટ્રિક વાહનોને (Electrical Vehicle)પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.ત્યારે લદ્દાખ વહીવટીતંત્રે કેન્દ્ર શાસિત પ્રદેશના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલા કાઝા ખાતે દેશના સૌથી ઉંચા ઈવી ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે.

કાઝા ખાતે 500 ફૂટની ઉંચાઈ પર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યુ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

કાઝાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યુ હતુ કે, કાઝા ખાતે 500 ફૂટની ઉંચાઈ પર સૌથી ઉંચું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. આ વિસ્તારનું આ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન(Electric Charging Station) છે. જો આ સ્ટેશનને સારો પ્રતિસાદ મળશે તો ભવિષ્યમાં બીજા ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે.

બે મહિલાઓ મનાલીથી ઇલેક્ટ્રિક વાહન પર કાઝા આવી હતી

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, સ્થાયી પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે બે મહિલાઓ મનાલીથી ઇલેક્ટ્રિક વાહન પર કાઝા આવી હતી. આજકાલ પ્રદૂષણમાં વધારો થવાને કારણે હવામાનમાં (Atmosphere)ઘણા ફેરફાર જોવા મળ્યા છે. વાહનોમાંથી વાયુઓનું ઉત્સર્જન આ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. લદાખ અને મનાલી આવતા મુસાફરોને ઇલેક્ટ્રિક વાહનો માટે યોગ્ય ચાર્જિંગની વ્યવસ્થા મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

પ્રવાસીઓને ફાયદો થશે

દર વર્ષે હજારો લોકો સાહસિક પ્રવાસો માટે મનાલી-લેહ અથવા શ્રીનગર-લેહ માર્ગનો ઉપયોગ કરે છે. બહુ ઓછા લોકોએ ઇલેક્ટ્રિક વાહન પર અંતર કાપવાનો પ્રયાસ કર્યો હશે.ઉપરાંત મનાલી-લેહ રૂટ પર,(Manali Leh Route) મુસાફરો પાસે રિફ્યુઅલિંગ સ્ટેશનની પસંદગી પણ ખુબ ઓછી છે.જેમાં એક હિમાચલ પ્રદેશના ટાંડી ખાતે અને બીજો કારુ ખાતે છે, જે લેહ તરફ લગભગ 345 કિલોમીટર આગળ છે. લેહ અને મનાલી વચ્ચેનું અંતર આશરે 430 કિલોમીટર છે. લદ્દાખ વહીવટીતંત્રની આ પહેલથી આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોની વૃદ્ધિ થઈ શકે છે.

 

આ પણ વાંચો: BJP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તા પર થયેલા જાતીય શોષણને લઈને શિવસેનાએ કર્યા પ્રહાર, મેયરે કહ્યુ “હવે બીજેપી નેતા ક્યાં છે ?”

આ પણ વાંચો:  Petrol-Diesel Price Today : 18 દિવસ સ્થિર રહ્યા બાદ ફરી મોંઘુ થયું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલની શું છે નવી કિંમત

Published On - 4:40 pm, Fri, 24 September 21

Next Article