ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

|

Sep 28, 2020 | 1:40 PM

દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકાર પણ કોરોના ટેસ્ટની કિંમત ઘટાડી રહી છે અને તેના લીધે વધારેમાં વધારે ટેસ્ટ થઈ શકે તેના પર જોર આપવામાં આવી રહ્યું છે. ગુરુવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક મોબાઈલ લેબ લોંચ કરી છે. આ લેબમાં કોરોના ટેસ્ટ થઈ શકશે અને તે દેશના […]

ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

Follow us on

દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકાર પણ કોરોના ટેસ્ટની કિંમત ઘટાડી રહી છે અને તેના લીધે વધારેમાં વધારે ટેસ્ટ થઈ શકે તેના પર જોર આપવામાં આવી રહ્યું છે. ગુરુવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક મોબાઈલ લેબ લોંચ કરી છે. આ લેબમાં કોરોના ટેસ્ટ થઈ શકશે અને તે દેશના કોઈપણ વિસ્તારમાં જઈને ટેસ્ટ કરી શકશે. દેશમાં આ પ્રકારે પ્રથમ મોબાઈલ લેબ બનાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

https://twitter.com/drharshvardhan/status/1273478034851368960?s=20

આ પણ વાંચો :  અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત, ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવા કરાઈ અરજી, ભક્તોએ પોતાની રીતે શરૂ કરી તૈયારી

આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે આ મોબાઈલ લેબ

સરકારે જાણકારી આપી તે મુજબ આ લેબની મદદથી દરરોજ 25 કોરોના વાઈરસના ટેસ્ટ RT-PCR ટેકનોલોજીથી, 300 ટેસ્ટ ELISA ટેકનોલોજીથી કરી શકાશે. આ સિવાય ટીબી અને એચઆઈવીનું પણ પરીક્ષણ આ મોબાઈલ લેબમાં થઈ શકશે. આ મોબાઈલ લેબ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત સરકારે જાણકારી આપી કે આ મોબાઈલ લેબનો એવી જગ્યા પર ઉપયોગ કરવામાં આવશે જ્યાં કોઈ માળખાકીય મેડિકલ સુવિધા ઉપલબ્ધ નથી. આથી ગામ, નાના શહેરોમાં સારી રીતે મેડિકલ સુવિધા લોકોને મળી શકશે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને જાણકારી આપી કે ફેબ્રુઆરી,2020માં ભારતની પાસે કોરોનાને લઈને એક જ લેબ કાર્યરત હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આજે દેશમાં 953 લેબ કોરોના ટેસ્ટ માટે કાર્યરત છે. જેમાં 700 સરકારી લેબ છે. આમ વધુમાં વધુ સંખ્યામાં કોરોના વાઈરસના ટેસ્ટ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં 63 લાખ ટેસ્ટ થઈ ચૂક્યાં છે. દરરોજ ભારતમાં કોરોનાના 1 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:30 am, Thu, 18 June 20

Next Article