AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: હવે વગર રિઝર્વેશને થશે રેલ યાત્રા, આ રહ્યું 5 એપ્રિલથી શરૂ થનારી 71 ટ્રેનનું લિસ્ટ

Indian Railways: ભારતીય રેલ્વે વધુ અનારક્ષિત ટ્રેન (unreserved train) સેવાઓ ચલાવવા માટે તૈયાર છે. રેલ્વે મુસાફરો માટે પરિવહન સુવિધા વધારવાના દૃષ્ટિકોણથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર 5 એપ્રિલ 2021થી 71 અનારક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે.

Indian Railways: હવે વગર રિઝર્વેશને થશે રેલ યાત્રા, આ રહ્યું 5 એપ્રિલથી શરૂ થનારી 71 ટ્રેનનું લિસ્ટ
Ahmedabad Railway Station File Photo
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 03, 2021 | 4:29 PM
Share

Indian Railways: ભારતીય રેલ્વે વધુ અનારક્ષિત ટ્રેન (unreserved train) સેવાઓ ચલાવવા માટે તૈયાર છે. રેલ્વે મુસાફરો માટે પરિવહન સુવિધા વધારવાના દૃષ્ટિકોણથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર 5 એપ્રિલ 2021થી 71 અનારક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલ (Piyush Goyal)ના કહેવા પ્રમાણે, ‘આ અનારક્ષિત ટ્રેનો મુસાફરોની સલામત અને આરામદાયક યાત્રાને સુનિશ્ચિત કરશે. ઉત્તર રેલ્વે ઝોન, રેલ્વે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વે નેટવર્ક પર અન-રિઝર્વડ મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનની વિવિધ સેવાઓ શરૂ કરવા જઈ રહી છે.

જણાવી દઈએ કે રેલ્વેએ 5 એપ્રિલથી 71 લોકલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાંથી 17 દિલ્હી-એન સી આરથી સબંધિત છે. આ તમામ ટ્રેનોને એક્સપ્રેસ બનાવી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 એપ્રિલથી પાણીપત, કુરુક્ષેત્ર, ગાઝિયાબાદ, રેવારી, પલવાલ, સહારનપુર, અંબાલા, શામલી વગેરે ટ્રેનો દોડાવવામાં આવશે. આનો લાભ લાખો મુસાફરોને મળશે જે દરરોજ મુસાફરી કરે છે.

દરમિયાન, દિલ્હી-ઝાંસી ગતિમાન એક્સપ્રેસ 1 એપ્રિલ, 2020થી ફરીથી શરૂ કરી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર દિલ્હી-ઝાંસી ગતિમાન એક્સપ્રેસ ફરી શરૂ થવા પર રેલ્વે મુસાફરો માટે સલામત, આરામદાયક અને અનુકૂળ મુસાફરીનું મધ્યમ બની રહેશે. મુસાફરો IRCTC વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનથી દિલ્હી-ઝાંસી ગતિમાન એક્સપ્રેસ ટ્રેન સેવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે. વળી, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC – Indian Railways Catering and Tourism Corporation)એ કોવિડ-19 કેસના વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનની સેવાઓ એક મહિના માટે સ્થગિત કરી દીધી છે.

કોરોના મહામારીના કારણે થઈ હતી ટ્રેન સેવાઓ બંધ

વર્ષ 2020ના માર્ચ-એપ્રિલના સમયમાં કોરોના મહામારીએ ધીમે ધીમે ભારતમાં ભરડો લેવાનું શરૂ કર્યું હતું અને વધુ સંક્રમણ ન ફેલાય અને લોકો કોરોના વાહક ન બને તે હેતુથી આવન-જવનના તમામ માધ્યમો ધીમે ધીમે બંધ કરી દીધા હતા, જેમાં યાત્રીઓની મુસાફરી માટે ટ્રેનને પણ બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં અનલોક થતાં માત્ર આરક્ષિત (Reserved Train) ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, જેનો યાત્રીઓ ધીમે ધીમે લાભ લઈ રહ્યા છે.

આ પણ  વાંચો : માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં 321 ટન સોનું આયાત થયું, સસ્તા સોનાની માંગ વધતા આયાતમાં 471% નો ઉછાળો આવ્યો

g clip-path="url(#clip0_868_265)">