INS Gomti: 34 વર્ષ બાદ નિવૃત થયુ INS Gomti, 1988માં ભારતીય નૌકાદળમાં થયું હતું સામેલ

|

May 28, 2022 | 11:56 PM

ઓપરેશન કેક્ટસ, પરાક્રમ અને રેઈનબોમાં સામેલ આ જહાજને અહીં નેવલ ડોકયાર્ડ ખાતે સૂર્યાસ્ત સમયે ડિકમિશન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહે આ માહિતી આપી હતી.

INS Gomti: 34 વર્ષ બાદ નિવૃત થયુ INS Gomti, 1988માં ભારતીય નૌકાદળમાં થયું હતું સામેલ
INS Gomati
Image Credit source: ANI

Follow us on

ભારતીય નૌકાદળે (Indian Navy) 34 વર્ષની સેવા બાદ શનિવારે INS ગોમતીને (INS Gomti) નિવૃતી આપી દીધી. ઓપરેશન કેક્ટસ, પરાક્રમ અને રેઈનબોમાં સામેલ આ જહાજને અહીં નેવલ ડોકયાર્ડ ખાતે સૂર્યાસ્ત સમયે ડિકમિશન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશ સરકાર સાથે નેવલ મેમોરિયલ બનાવવા માટે વાતચીત કરી રહ્યા છીએ. આજે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ INS ગોમતીની યાદોને આપણા મગજમાં તાજી રાખવામાં મદદ કરશે.

INS ગોમતીને 1988માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું

જણાવી દઈએ કે ‘INS ગોમતી’નું નામ ગોમતી નદીના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને તેને 16 એપ્રિલ 1988ના રોજ તત્કાલિન સંરક્ષણ મંત્રી કેસી પંત દ્વારા મઝાગોન ડોક લિમિટેડ, મુંબઈ ખાતે સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું. નૌકાદળે કહ્યું કે જહાજને 2007-08માં અને 2019-20માં પ્રતિષ્ઠિત યુનિટ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

INS ગોમતીને ગોમતી નદીના કિનારે ખુલ્લા સંગ્રહાલયમાં રાખવામાં આવશે

જણાવી દઈએ કે ‘આઈએનએસ ગોમતી’ ગોદાવરી ક્લાસ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટનું ત્રીજું જહાજ હતું. તે પશ્ચિમી નૌકાનો સૌથી જૂનો યોદ્ધા પણ હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘INS ગોમતી’નો વારસો લખનૌમાં ગોમતી નદીના કિનારે બનાવવામાં આવી રહેલા ખુલ્લા સંગ્રહાલયમાં રાખવામાં આવશે, જ્યાં તેની ઘણી લડાયક પ્રણાલીઓ રાખવામાં આવશે. લશ્કરી અને યુદ્ધ અવશેષો તરીકે પ્રદર્શિત કરવામાં આવશે ઉત્તર પ્રદેશ સરકાર અને ભારતીય નૌસેનાએ આ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

Next Article