Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Microsoft Server Down: શુક્રવારે માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. તેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું નિવેદન

માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Ashwini Vaishnaw, Microsoft Window Outage
Follow Us:
| Updated on: Jul 19, 2024 | 3:26 PM

Microsoft Server Down: માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે દુનિયાભરમાં એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેંકિંગ અને ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી નિવેદન આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘MEITY વૈશ્વિક આઉટેજ અંગે માઇક્રોસોફ્ટ અને તેના સહયોગિઓ સાથે સંપર્કમાં છે. આ આઉટેજનું કારણ જાણવામાં આવ્યું છે અને સમસ્યાના ઉકેલ માટે અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. CERT ટેક્નિકલ એડવાઈઝરી જાહેર કરી રહ્યું છે. NIC નેટવર્ક અસરગ્રસ્ત નથી.

Vastu tips : મોબાઈલમાં આવું વોલપેપર રાખશો તો તમને કંગાળ થતાં કોઈ નહીં બચાવે ! જાણો
Vastu Tips: ભૂલથી પણ બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે!
જાણો કોણ છે સૌથી પૈસાદાર પંજાબી સિંગર, જુઓ ફોટો
દરરોજ સવારે નાગરવેલના પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
ઘરમાં કબૂતરનું વારંવાર આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
કેશવ મહારાજની પત્ની છે ગ્લેમરસ, જુઓ ફોટો

ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે આ વાત કહી

માઈક્રોસોફ્ટ આઉટેજ પર, બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “માઈક્રોસોફ્ટ 365 અને માઈક્રોસોફ્ટ સ્યુટ્સ લાખો ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ પ્લેટફોર્મ પર કોઈપણ આઉટેજ ઘણી કંપનીઓના વ્યવસાય અને કામગીરીને અવરોધે છે. મને આશા છે કે માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં તેની સેવાઓ પુનઃસ્થાપિત કરશે.” સેવાઓ શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થાય તેની ખાતરી કરવા માટે ભારત સરકાર Microsoft સાથે કામ કરશે.

માઇક્રોસોફ્ટે નિવેદન જાહેર કર્યું છે

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ યુઝર્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ખામીને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એરર અનુભવી રહ્યા છે. આ અંગે માઈક્રોસોફ્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ક્રાઉડસ્ટ્રાઈક અપડેટને કારણે આ સમસ્યા ઉભી થઈ છે.

g clip-path="url(#clip0_868_265)">