દેશની નસોમાં ‘ઝેર’ ઠાલવવા માંગતા હતા તસ્કર, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ઝડપ્યો 1,526 કરોડનો ડ્રગ્સનો જથ્થો

|

May 21, 2022 | 8:20 AM

એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની (Drugs)આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 1, 526 કરોડ આંકવામાં આવી છે. ભારતીય એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય તસ્કરના જૂથને લક્ષદ્વીપના (Lakshadweep) કાંઠા પરથી ઝડપી લીધું હતું.

દેશની નસોમાં ઝેર ઠાલવવા માંગતા હતા તસ્કર, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ઝડપ્યો 1,526 કરોડનો ડ્રગ્સનો જથ્થો
Indian Coast Guard seizes Rs 1,526 crore worth of drugs

Follow us on

ભારતીય એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય તસ્કરના જૂથને લક્ષદ્વીપના (Lakshadweep)કાંઠા પરથી ઝડપી લીધું હતું અને તેમની પાસેથી આશરે 218 કિલોગ્રામ હેરોઇન (Drugs)જપ્ત કર્યું હતું. એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની (Drugs) આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 1, 526 કરોડ આંકવામાં આવી છે. ભારતીય તટરક્ષક બળ અને રાજસ્વ ગુપ્તચર વિભાગ (DRI) સંયુક્ત રૂપે લક્ષદ્વીપમાં નશાના આ કારોબારનો ભાંડો ફોડ્યો હતો. બંને એજન્સી તરફથી 7 મેથી ઓપરેશન ખોજબીન ચલાવવામાં આવ્યું હતું. તટરક્ષક દળ અને રાજસ્વ ખૂફિયા વિભાગના અધિકારીઓએ 18મેના રોજ લક્ષદ્વીપના તટથી દૂર બે શંકાસ્પદ જહાજ પક્યા હતા આ વહાણના નામ પ્રિંસ અને લિટલ જિસસ હતું.

અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ક્રૂ મેમ્બરના કેટલાક સભ્ચોએ સ્વીકાર્યું હતું કે તેમને સમુદ્રમાં ભારે માત્રામાં હેરોઈન લઈ જવાની ખેપ મળી હતી. આ ડ્રગ્રસને બે નાવમાં સંતાડવામાં આવ્યું હતું. બંને જહાજને કોચ્ચીના કાંઠે લઈ જવામાં આવ્યા છે અને બંને જહાજની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોચ્ચીમાં તટરક્ષકના મુખ્ય મથક ખાતે બંને નાવની ઉંડી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એક કિલો હેરોઈનના 218 પેકેટ મળી આવ્યા હતા. તેમજ તપાસમાં ખબર પડી હતી કે આ ડ્રગ્નસ ઉચ્ચ્તમ ગુણવતાનું હેરોઈન છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદે બજારમાં તેની કિંમત આશરે 1, 526 કરોડ હોવાનું અનુમાન છે. ડીઆરઆઈ દ્વારા ગત એક માસમાં આ ચોથું મોટું ઓપરેશન છે.

માર્ચ મહિનામાં ઝડપી હતી શ્રીલંકાની નૌકા

તે પહેલા માર્ચ મહિનામાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા લક્ષદ્વીપના મિની કોય દ્વીપની નજીક અનધિકૃત સંચાર ઉપકરણ અને નશીલો પદાર્થ લઈને જતી ત્રણ શ્રીલંકાની નૌકાને પકડવામાં આવી હતી. આ ઘટના બાદ સંબંધિત એજન્સીઓએ સંયુક્ત અને વિસ્તૃત તપાસ શરૂ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ નૌકામાં કુલ 19 લોકો સવાર હતા અને કોસ્ટગાર્ડના જહાજ “વરાહ’ દ્વારા મિનીકોયથી સાત નોટીકલ માઈલ દૂર શંકાસ્પદ રૂપે ફરી રહેલી નૌકાને ઝડપી લેવામાં આવી હતી. આ નૌકાને તિરૂવનંતપુરમના વિઝિનજામમાં લાવવામાં આવી હતી. જેમાંથી એક કેપ્ટને પાકિસ્તાની નૌકા પાસેથી 200 કિલોગ્રામ હેરોઈન અને 60 કિલોગ્રામ હશીશ મળ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો તો ગુજરાતના કંડલા બંદરેથી જિપ્સ પાઉડરની એક ખેપમાંથી 205. 6 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

Published On - 8:14 am, Sat, 21 May 22

Next Article