ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સૈન્યને આપેલી છૂટ સરકારે પાછી નથી ખેંચી, પાકિસ્તાન જો નાનુ છમકલુ કરાવશે તો પણ હુમલો કરીશુંઃ લેફ. જનરલ

લેફ્ટનન્ટ જનરલ કટિયારે કહ્યું કે, પહેલગામમાં પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કરાવ્યો તેનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો હતો. તેમણે કહ્યું કે, જે રીતે આ આતંકવાદી હુમલો થયો, ધર્મ પુછી પુછીને હત્યા કરવામાં આવી, તેનો બીજો હેતુ ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હતો.

ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સૈન્યને આપેલી છૂટ સરકારે પાછી નથી ખેંચી, પાકિસ્તાન જો નાનુ છમકલુ કરાવશે તો પણ હુમલો કરીશુંઃ લેફ. જનરલ
| Edited By: | Updated on: Sep 14, 2025 | 9:02 AM

ઓપરેશન સિંદૂર ચાલુ જ હોવાનો ઉલ્લેખ કરતા, વેસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયારે શનિવારે કહ્યું કે, જો પાકિસ્તાન અથવા તેના દ્વારા સમર્થિત આતંકવાદી સંગઠનો ફરીથી ભારતના કોઈ પણ પ્રદેશમાં આતંકવાદી હુમલો કરશે, તો આ વખતે અમારો જવાબ પહેલા કરતા પણ વધુ જડબાતોડ હશે.

તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક યુદ્ધ જ નહીં, પરંતુ પાકિસ્તાનના કોઈપણ દુશ્મનાવટભર્યા પ્રયાસનો સામનો કરવા માટે અમારી તૈયારી પણ હતી. અમારી તૈયારી હજુ પણ ચાલુ છે. પાકિસ્તાને એ ના ભૂલવું જોઈએ કે, ઓપરેશન સિંદૂર સમયે ભારત સરકારે ભારતીય સૈન્યને જે ફ્રિ હેન્ડ આપેલ તે હજુ પણ યથાવત જ છે.

પાકિસ્તાન ફરી હિંમત નહીં કરે

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજયની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પ્રસંગે મીડિયાને સંબોધતા લેફ્ટનન્ટ જનરલ કટિયારે કહ્યું કે 10 મેના રોજ યુદ્ધવિરામ બાદ સરહદી જમીન પર પરિસ્થિતિ શાંત છે. વરિષ્ઠ લશ્કરી અધિકારીએ આશા વ્યક્ત કરી કે, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન હવે ફરી કંઈ કરવાની હિંમત નહીં કરે.

યોગ્ય જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

તેમણે કહ્યું, પરંતુ અમને આ અંગે સંપૂર્ણ ખાતરી નથી. અમને લાગે છે કે પાકિસ્તાન અથવા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો ફરીથી દેશમાં આતંકવાદી હુમલો કરી શકે છે, આવી સ્થિતિમાં અમારી પાસે યોગ્ય જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ વખતે અમારો જવાબ પહેલા કરતા પણ વધુ કડક હશે. આ માટે, અમારું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.

પહલગામ આતંકવાદી હુમલાનો હેતુ ખતરનાક છે

લેફ્ટનન્ટ જનરલ કટિયારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલાનો મુખ્ય હેતુ જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો હતો. તેમણે કહ્યું કે જે રીતે પહેલગામના બૈસરનમાં લોકોનો ધર્મ પુછી પુછીને આતંકવાદીઓએ હત્યાઓ કરી, તેની પાછળનો બીજો હેતુ ભારતમાં સાંપ્રદાયિકતા ભડકાવવાનો હતો. આ આપણા માટે એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે પડોશી દેશ ભારતના ધર્મનિરપેક્ષતાને સાંપ્રદાયિકતાથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો રહેશે.

‘જય હિન્દ જય ભારત’

ભારતની આન બાન શાન સમાન ભારતીય સૈન્ય દળને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.