આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થયા, 6 શહીદોને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત

|

May 10, 2022 | 6:29 PM

મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સમારોહમાં આર્મી (Indian Army), એરફોર્સ અને નેવીના બહાદુર જવાનોને વિવિધ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થયા, 6 શહીદોને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત
Army Chief Manoj Pande - President Ram Nath Kovind

Follow us on

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને (Manoj Pande) 10 મેના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (Ram Nath Kovind) દ્વારા પરમ વિશિષ્ટ સેવા મેડલથી (Param Vishisht Seva Medal) સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં છ શહીદોને સૈન્યમાં તેમની બહાદુરી માટે મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં મંગળવારે સાંજે છ શહીદ કેપ્ટન આશુતોષ કુમાર (18 મદ્રાસ), નાયબ સુબેદાર શ્રીજીથ એમ (17 મદ્રાસ), હવાલદાર અનિલ તોમર (44RR), પિંકુ કુમાર (34 RR), કાશીરાય બમ્માનલ્લી (44RR) અને સિપાહી જસવંત રેડ્ડીને (17 મદ્રાસ) મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ આયોજિત થયો હતો

મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સમારોહમાં આર્મી, એરફોર્સ અને નેવીના બહાદુર જવાનોને વિવિધ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તાજેતરમાં જ મનોજ પાંડે આર્મી ચીફ બન્યા છે

ભારતીય સેનાના એક શક્તિશાળી અને અનુભવી અધિકારી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ગયા મહિને દેશના 29મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ચૂંટાયા હતા. તેઓ વરિષ્ઠતાના ક્રમમાં આ પદ માટે સૌથી યોગ્ય હતા. આમ છતાં તેમની નિમણૂકને એક અલગ ઘટના માનવામાં આવી રહી છે. આ પહેલીવાર છે જ્યારે આર્મીના એન્જિનિયર કોર્પ્સના અધિકારીએ આર્મીની કમાન સંભાળી છે. અગાઉ 28 વખત પાયદળ, આર્ટિલરી અને આર્મર્ડ રેજિમેન્ટના અધિકારીઓએ જ 13 લાખ જવાનોની સેનાનું નેતૃત્વ કર્યું છે.

Published On - 6:29 pm, Tue, 10 May 22

Next Article