AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતીય સેનાનો ‘મોટો નિર્ણય’, AI ટેકનોલોજી માટે કર્યો 5 વર્ષનો ઐતિહાસિક કરાર

ભારતીય સેના હવે ભવિષ્યના યુદ્ધો અને સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે. મે 2025ના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન મળેલી સફળતા અને અનુભવો બાદ સેનાની યુદ્ધ રણનીતિમાં AIની ભૂમિકા અંગે ચર્ચા ઝડપી બની છે.

Breaking News: 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય સેનાનો 'મોટો નિર્ણય', AI ટેકનોલોજી માટે કર્યો 5 વર્ષનો ઐતિહાસિક કરાર
| Updated on: Oct 31, 2026 | 7:22 PM
Share

ભારતીય સેના હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવાની દિશામાં કામ કરી રહી છે. ઓપરેશન સિંદૂરના અનુભવો પછી સેનાની સૈન્ય રણનીતિમાં AI ની ભૂમિકાને લઈને ચર્ચા તેજ થઈ છે.

આનો હેતુ યુદ્ધ દરમિયાન દુશ્મનની ગતિવિધિઓને ઝડપથી સમજવા, ગુપ્ત માહિતીનું વિશ્લેષણ કરવા અને સૈન્ય નિર્ણયો લેવાની પ્રક્રિયાને વધુ સારો બનાવવાનો છે.

સેના, નૌકાદળ અને વાયુસેના માટે બનશે એક ‘AI સિસ્ટમ’

આ યોજના હેઠળ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે એક સંયુક્ત AI ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. આ માટે હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને બેંગલુરુની AI કંપની Sarvam AI વચ્ચે પાંચ વર્ષનો કરાર થયો છે.

આ કરાર હેઠળ Sarvam AI ત્રણેય સેનાઓની જરૂરિયાતો મુજબ AI ટૂલ્સ તૈયાર કરશે. તેનો ઉપયોગ સૈન્ય ઓપરેશન, તાલીમ અને નિર્ણયો લેવામાં મદદ માટે કરવામાં આવશે.

આ ઉપરાંત કંપની સિસ્ટમ લાગુ થયા પછી તકનીકી સહાય પણ પૂરી પાડશે. આ પ્રોજેક્ટનું કામ Sarvam AI ની રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા ક્ષેત્ર માટે બનાવેલી વિશેષ એકમ ‘ચાણક્ય’ (Chanakya) કરશે. તેમાં કંપનીના Sarvam 105B જેવા AI મોડેલનો ઉપયોગ કરવામાં આવશે.

શું છે AI કિલ ચેઈન અને તે કેવી રીતે કામ કરશે?

સૈન્ય ભાષામાં કિલ ચેઈન તે સંપૂર્ણ પ્રક્રિયાને કહેવામાં આવે છે, જેમાં કોઈ સંભવિત ખતરાને શોધવાથી લઈને તેના પર કાર્યવાહી કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે સેટેલાઇટ, રડાર અને ડ્રોનથી મળતા ડેટાને AI ઝડપથી સમજવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં મદદ કરી શકે છે. તેનાથી શંકાસ્પદ ગતિવિધિઓની ઓળખ, સંભવિત સ્થળોની તપાસ કરવામાં અને કમાન્ડરો સુધી જરૂરી માહિતી પહોંચાડવામાં સમય ઓછો થઈ શકે છે.

તેનો એક મોટો ઉદ્દેશ્ય સેન્સરથી હથિયાર સુધી પહોંચતી માહિતીના સમગ્ર સિસ્ટમને એકબીજા સાથે જોડવાનો છે. હવે તેનો અર્થ એ નથી કે, AI પોતાની મેળે હુમલો કરવાનો નિર્ણય લેશે. Sarvam ના મતે, ઓપરેશન સાથે જોડાયેલા અંતિમ નિર્ણયો માનવીય દેખરેખ હેઠળ જ રહેશે.

ઓપરેશન સિંદૂર માં પણ થયો હતો ‘AI’ નો ઉપયોગ

ભારતે અગાઉ પણ સૈન્ય અભિયાનોમાં AI નો ઉપયોગ કર્યો છે. મે 2025 માં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ગુપ્ત માહિતીના વિશ્લેષણ, દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવા, હવામાન સંબંધિત માહિતી અને અલગ-અલગ સેન્સરોથી મળેલા ડેટાને જોડવામાં AI ની મદદ લીધી હતી.

હવે Sarvam AI સાથેના કરારનો ઉદ્દેશ્ય આ અલગ-અલગ તકનીકોને એક સંયુક્ત સિસ્ટમ સાથે જોડવાનો છે, જેથી ત્રણેય સેનાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન અને સૈન્ય નિર્ણયો લેવાની પ્રક્રિયા વધુ સારી થઈ શકે.

Breaking News : અંતરિક્ષમાં ભારતની મોટી સફળતા, ISROએ નેવિગેશન સેટેલાઇટ NVS-03 કર્યું લોન્ચ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Follow Us
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
g clip-path="url(#clip0_868_265)">