તીડના નિયંત્રણ માટે તૈયાર કરાયા વાયુ સેનાના હેલિકોપ્ટર, જાણો કેવી રીતે કરશે કામ?

|

Sep 26, 2020 | 4:13 PM

વારંવાર તીડના આક્રમણના લીધે દેશના કૃષિ મંત્રાલયે મે મહિનામાં ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના બે MI -17 હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો. જો કે આ કંપનીઓ કોરોના વાઈરસની મહામારીના લીધે ક્યારે કામ કરી આપે તે નક્કી નહોતું. આથી ભારતીય વાયુસેનાએ જ હેલિકોપ્ટરમાં મોડિફિકેશન કર્યું છે અને સફળતાપૂર્વક ટ્રાયલ પણ […]

તીડના નિયંત્રણ માટે તૈયાર કરાયા વાયુ સેનાના હેલિકોપ્ટર, જાણો કેવી રીતે કરશે કામ?

Follow us on

વારંવાર તીડના આક્રમણના લીધે દેશના કૃષિ મંત્રાલયે મે મહિનામાં ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના બે MI -17 હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો. જો કે આ કંપનીઓ કોરોના વાઈરસની મહામારીના લીધે ક્યારે કામ કરી આપે તે નક્કી નહોતું. આથી ભારતીય વાયુસેનાએ જ હેલિકોપ્ટરમાં મોડિફિકેશન કર્યું છે અને સફળતાપૂર્વક ટ્રાયલ પણ પૂર્ણ કર્યું છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં નવા 4,878 કેસ નોંધાયા, જાણો મુંબઈની સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય વાયુસેનાના યુનિટે આ પડકારજનક કામ હાથમાં લીધું હતું અને પૂર્ણ કર્યું હતું.  વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટરમાં મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી હતી.  હેલિકોપ્ટરની બંને બાજુ સ્પ્રે નોઝલ લગાવવામાં આવી છે અને ત્યાંથી ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ તીડના ઝુંડ પર કરી શકાશે.  ભારતીય વાયુસેનાના ચંદીગઢ સ્થિત ડેપોમાં આ મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 800 લીટરની ટાંકી પણ ફીટ કરવામાં આવી છે અને તેના લીધે સતત 40 મિનિટ સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત હેલિકોપ્ટરમાં ઈલેક્ટ્રીક પંપ પણ લગાવવામાં આવ્યો છે. કમ્પ્રેેસ્ડ એર દ્વારા સરળતાથી હેલિકોપ્ટરની બંને બાજુથી ઓટોમેટિક રીતે દ્વાવણનો છંટકાવ કરી શકાશે. બેંગલોરના ટેસ્ટ પાયલોટ્સ અને ટેસ્ટ એન્જિનિયર્સની ટીમે મોડિફાઈડ MI-17 હેલિકોપ્ટર પર  એરબોર્ન ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી છે. આમ કોરોના વાઈરસની મહામારીના લીધે વિદેશી કંપનીની મદદ રાહ જોયા વગર ભારતીય એરફોર્સે જ તીડની સામે છંટકાવ કરી શકાય એવી સુવિધા પોતાના હેલિકોપ્ટરમાં ઊભી કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:18 pm, Tue, 30 June 20

Next Article