ભારતીય વાયુ સેનાને મળ્યો Gaurav અને Gautham બમ, હવામાંથી સીધો દુશ્મન પાસે જઈ કરશે સર્વનાશ

|

Jul 30, 2022 | 8:42 PM

આ કામમાં ભારતીય વાયુ સેનાને ભારતીય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) એ મદદ કરી છે.ભારતના વૈજ્ઞાનિકોએ આ માટે 2 પ્રકારના બમની ડિઝાઈન તૈયાર કરી હતી.

ભારતીય વાયુ સેનાને મળ્યો Gaurav અને Gautham બમ, હવામાંથી સીધો દુશ્મન પાસે જઈ કરશે સર્વનાશ
Gaurav bomb
Image Credit source: Twitter

Follow us on

ભારતના સૈનિકો દેશની સેવામાં હંમેશા તત્પર હોય છે. આપણા દેશની સેનાને દુનિયાની સૌથી તાકતવર સેના માનવામાં આવે છે. દેશની સરકાર દેશની સેનાની તાકાત વધારવા અનેક આધુનિક સાધનો અને હથિયારો દેશની સેનાને આપી રહી છે. આ હથિયારો તે વિદેશથી મંગાવી પણ રહી છે અને પોતે પણ બનાવી રહી છે. જેમ કે મિગ-21, તેજસ વિમાન જેવા ખતરનાક યુદ્ધ જહાજો વગેરે. દેશની સેનાની 3 પાંખો છે – વાયુસેના, થલસેના અને જલસેના. જમીન, આકાશ અને પાણી પર તે દેશની સુરક્ષા માટે 24 કલાક તૈનાત હોય છે. ભારતીય વાયુ સેના (Indian Air Force) પાસે અનેક ખતરનાક બોમ્બ છે, જેનાથી તે દુશ્મનનો ખાતમો કરે છે.

ભારતીય વાયુ સેનાને ઘણા સમયથી એક સ્માર્ટ બોમ્બની જરુરત હતી. જે બોમ્બ પોતે જ નેવિગેટ અને ગાઈડ થઈને દુશ્મનને ટાર્ગેટ બનાવી તેનો સર્વનાશ કરી શકે. આ કામમાં ભારતીય વાયુ સેનાને ભારતીય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ મદદ કરી છે. ભારતના વૈજ્ઞાનિકોએ આ માટે 2 પ્રકારના બમની ડિઝાઈન તૈયાર કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ ડિઝાઈન તૈયાર થઈ ગયા પછી આ બમ બનાવવાની જવાબદારી ઉદ્યોગપતિ ગૌતમ અડાણીની કંપની Adani Defence And Aerospace એ લીધી હતી. ઉધોગપતિ ગૌતમ અડાણીની કંપનીએ આ બન્ને બોમ્બ બનાવ્યા છે. જેમાંથી એક વિંગ વગરનું ગૌથમ (Gautham) અને બીજુ વિંગ દ્વારા ગાઈડ કરતુ ગૌરવ બોમ્બ (Gaurav).

ગૌરવ અને ગૌથમ બંન્ને બમ્બ CL-20 એટલે કે ફેગમેન્ટેશન અને કલસ્ટર મ્યૂનિશનનો ઉપયોગ થાય છે. આ બન્ને ટાર્ગેટ પર પહોંચીને પ્રોક્જિમિટી ફ્યૂજ કરી છે એટેલે કે તેના વિસ્ફોટક ફાટે છે.ગૌરવની રેન્જ 100 કિમી સુધી અને ગૌથમ વગર વિંગે 30 કિમી સુધી હમલો કરી શકે છે. તેઓ વધારેમાં વધારે 10 કિમીની ઊંચાઈ સુધી જઈ શકે છે. હાલમાં બન્ને બોમ્બની અપગ્રેડેડ રેન્જ 50થી 150 કિમી છે. આ બન્ને બમ્બમાં ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવી છે. જે નાવિક સેટેલાઈટ ગાઈડેસ સિસ્ટમ અને જીપીએસની મદદથી ટાર્ગેટ સુધી પહોંચે છે. આ સુખોઈ સૂ- 20એમકેઆઈ ફાઈટર જેટમાં લગાવવામાં આવ્યા છે. આ બમ્બ દેશની સેનાની તાકાત વધારશે અને દુશ્મનનો વિનાશ કરશે.

Next Article