Indian Navy: સમુદ્રમાં વધશે ભારતની તાકાત, 6 સબમરીન માટે 50 હજાર કરોડની મળી મંજૂરી

|

Jun 04, 2021 | 4:28 PM

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)ની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં આ પ્રોજેક્ટ માટે 50 હજાર કરોડ રુપિયાની મંજૂરી મળી ગઈ છે.

Indian Navy: સમુદ્રમાં વધશે ભારતની તાકાત, 6 સબમરીન માટે 50 હજાર કરોડની મળી મંજૂરી
સબમરીન

Follow us on

Indian Navy: રક્ષા મંત્રાલય (Ministry of Defence) પ્રોજેક્ટ 75-India (Project-75-India) હેઠળ 6 સબમરીન (Submarine)ના નિર્માણની મંજૂરી મળી છે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)ની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં આ પ્રોજેક્ટ માટે 50 હજાર કરોડ રુપિયાની મંજૂરી મળી ગઈ છે.

 

છેલ્લા કેટલાક મહિનાથી પૂર્વી લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા વિવાદ અને જમ્મૂ કાશ્મીર તરફથી પાકિસ્તાન તરફથી આવનારી આતંકી ગતિવિધિઓને જોતા ભારત તેમની સેનાની તાકાતને વધારવા કામે લાગ્યું છે. ત્યારે હવે ભારત સમુદ્રમાં તેમની તાકાત વધુ મજબુત કરવા જઈ રહ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ 75-India (Project-75-India) હેઠળ 6 સબમરીન (Submarine)ના નિર્માણને મંજૂરી મળી ગઈ છે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)ની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં પ્રોજેક્ટ માટે 50 હજાર કરોડ રુપિયાની મંજૂરી આપવામાં આવી છે.

 

આપને જણાવી દઈએ કે આ બધા જ સબમરીન મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ (made in india project) હેઠળ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સ્વદેશી કંપની મઝાગાંવ ડૉક્સ લિમિટેડ અને L&Tને સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે બંન્ને કંપનીઓએ કોઈ  એક વિદેશ શિપયાર્ડની સાથે મળી જાણકારી તૈયાર કરશે, ત્યારબાદ બિડ લગાવશે.

 

સમુદ્રમાં ચીનના દબદબાને જોતા ભારતીય નૌસેના (Indian Navy)એ પ્રોજેક્ટ 75-Indiaની શરુઆત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 મોટી સબમરીન બનાવવામાં આવી રહી છે. જે ડીઝલ અને ઈલેકટ્રિક બેસ્ડ હશે. આ સબમરીનની ખાસ વાત એ છે કે આ સ્કૉર્પિયનથી 50 ટકા સુધી મોટી છે.

 

ભારતીય નૌસેના (Indian Navy) આ બધી જ 6 સબમરીનમાં હેવી-ડ્યૂટી ફાયરપાવરની સુવિધા ઈચ્છે છે. નૌસેના ઈચ્છે છે કે સબમરીન (Submarine) આટલી તાકાતવાર હોય કે જેમાં એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલની સાથે-સાથે 12 લેન્ડ અટેક ક્રૂજ મિસાઈલને પણ લગાવી શકાય.

 

ભારતીય નૌસેના(Indian Navy)ની પાસે હાલના સમયમાં 12 જૂની પારંપારિક હુમલાવારી સબમરીન (Submarine) અને 3 નવી કલવરી શ્રેણીની સબમરીન છે. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારે 24 ડીઝલ હુમલાવારી સબમરીનને પણ સામલે કરવા માટે 30 વર્ષીય સબમરીન યોજનાને મંજૂરી મળી હતી. જેમાં અત્યાર સુધીમાં આ પહેલી સબમરીનને ડિસેમ્બર 2017માં 23,652 કરોડ રુપિયાની પરિયોજનાના હિસ્સાના રુપમાં લૉન્ચ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Princess diana: રાજકુમારી ડાયનાના ડ્રેસનું થશે પ્રદર્શન, 25વર્ષમાં પહેલીવાર જનતા માટે પ્રદર્શન

Next Article