રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 3 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના (Covid-19)નો આંકડો માત્ર 1000ની આસપાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના (Corona virus) 1,054 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં કોવિડ-19ના 1,054 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,35,271 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 11,132 થઈ ગઈ છે. આ ચોક્કસપણે રાહતના સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં ચેપના કારણે મૃત્યુના વધુ 29 કેસ નોંધાયા બાદ મૃત્યુઆંક વધીને 5,21,685 થઈ ગયો છે.
India reports 1054 fresh #COVID19 cases, 1258 recoveries, and 29 deaths in the last 24 hours.
ડેટા અનુસાર દેશમાં કોવિડ-19ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 11,132 છે, જે કુલ કેસના 0.03 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 233 દર્દીઓની સંખ્યા ઘટી છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે. ડેટા અનુસાર ચેપનો દૈનિક દર 0.25 ટકા છે અને સાપ્તાહિક દર 0.23 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,02,454 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.21 ટકા છે.
ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી
ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગાંધીનગરમાં 23, અમદાવાદમાં 08, વડોદરામાં 02, ગાંધીનગર જિલ્લામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. ગુજરાતમાં કોરોનાના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 3 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે.
હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે, તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. મુંબઈના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.