Junagadh: ગાઠીલા ઉમાધામનો 14મો પાટોત્સવ, આજે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે
ચૂંટણી પહેલા રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના નેતાઓ સતત અનેક કાર્યક્રમમાં હાજરી તેમજ ખાતમુર્હુત અને લોકાર્પણના આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Naredra Modi) આજે રામ નવમી નિમિત્તે જૂનાગઢ જિલ્લાના ગાઠીલામાં ઉમિયાધામ (Umiyadham) મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 2008 માં મોદીના હસ્તે કરવામાં આવી હતી જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. મોદીના સૂચનોના આધારે, મંદિર ટ્રસ્ટ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને મફત મોતિયાના ઓપરેશન અને મફત આયુર્વેદિક દવાઓ આપવા જેવી વિવિધ સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
જેમાં પીએમ મોદી બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધશે. આ 14 મા મહા પાટોત્સવના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન પણ હાજર રહેશે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ મુખ્ય મહેમાન છે. કડવા પાટીદારની મુખ્ય સંસ્થા ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ યોજાશે. ચૂંટણી પહેલા રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના નેતાઓ સતત અનેક કાર્યક્રમમાં હાજરી તેમજ ખાતમુર્હુત અને લોકાર્પણના આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરની મુલાકાત લઈ શકે છે. જામનગરમાં‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ની ઇમારતનું ભૂમિપૂજન કરશે. કેન્દ્ર સરકાર અને અને WHOના સહયોગથી આ સેન્ટર ચાલશે. અહીં દવાઓનું રિસર્ચ સેન્ટર હશે. મોદી દિલ્હીથી સીધા જ જામનગર આવે તેવી સંભાવના છે. ત્યાંથી તેઓ ફરી પાછા દિલ્હી જવા રવાના થઈ જશે. આ મુલાકાતના એક દિવસ બાદ ફરી પાછા ગુજરાતના પ્રવાસે આવશે અને ત્યારે બે દિવસ સુધી ગુજરાતમાં રોકાશે.
21 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ 2 જંગી જનસભાને સંબોધન કરશે. 21 અને 22 એપ્રિલના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દાહોદથી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કરશે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે એ માટે ગાંધીનગર ખાતે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મળી રહેલી જાણકારી પ્રમાણે 21 એપ્રિલે દાહોદ ખાતે આદિવાસી સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 5 લાખથી વધુ આદિવાસીઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારોમાં પાર-તાપી- નર્મદા રિવર લિંક અપ યોજનાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે ત્યારે પીએમ મોદીનો દાહોદ પ્રવાસ ખૂબ જ મહત્વનો બની રહેશે.
22 એપ્રિલે સાંજે બનાસકાંઠામાં 2 લાખ મહિલાઓના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સાંજે એટલે કે 22 એપ્રિલે પશુપાલક મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આ મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે પીએમ વાત કરશે. એપ્રિલ મહિનામાં 2 દિવસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે રહેશે. જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
આ પણ વાંચોઃ ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો