
ભારતે પહેલગામ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત સતત કામગીરી પર નજર રાખી રહ્યા છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનમાં સ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેનાથી પડોશી દેશને યોગ્ય જવાબ મળ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ સવારે 11 વાગ્યે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે
ઓપરેશનની પીએમ દ્વારા સીધી નજર
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે આ ઓપરેશનની દેખરેખ કરી. તેમને ડિફેન્સ સ્ટાફ ચીફ, ઉચ્ચ સ્તરના જાસુસી અધિકારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા સતત માહિતી આપવામાં આવી. પહેલગામ હુમલા બાદથી જ વડાપ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ વચ્ચે અનેક મિટિંગમાં ચર્ચાઓ થઈ હતી.
રાત્રે 1:44 વાગ્યે રક્ષણ મંત્રાલયનું નિવેદન
ભારતીય સૈન્યે કોઈપણ પાકિસ્તાની સૈન્ય સ્થાને હુમલો કર્યો ન હતો. હુમલાનું લક્ષ્ય માત્ર આતંકી ઠેકાણા હતું.
એયરસ્ટ્રાઈક કયા-કયા સ્થળે થયા?
પાકિસ્તાની ધરતી પર (4 સ્થળો):
સિયાલકોટ
ચક અમરુ
મુરીદકે
બહાવલપુર (2 ઠેકાણા)
પાકિસ્તાન અધિકૃત કશ્મીર (સ્થળો):
ઑપરેશનનું નામ: ઓપરેશન સિંદૂર
22 એપ્રિલે પેહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા. ઘણીઓએ પોતાના પતિ ગુમાવ્યા, તેથી ઓપરેશનને “સિંદૂર” નામ આપવામાં આવ્યું. ભારતે આ હુમલાનો જવાબ આપીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
તબાહી અને પ્રતિસાદ
એરસ્ટ્રાઈકમાં 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને ઘણા ઘાયલ થયા છે. POKમાં મોટા ધડાકાઓ થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. વિસ્ફોટ બાદ શહેરમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો.
પાકિસ્તાનનો જવાબ
પાકિસ્તાની સેના વડા જનરલ ચૌધરીએ જણાવ્યું કે તેઓ તેનો “મક્કમ જવાબ” આપશે. વડાપ્રધાન શહબાજ શરીફે એક્સ (પૂર્વેનું ટ્વિટર) પર લખ્યું કે “દુશ્મન દેશે ચાલાકીથી હુમલો કર્યો છે, પણ અમે તેનું યોગ્ય પ્રતિસાદ આપીશું.”
Published On - 6:51 am, Wed, 7 May 25