
પહેલગામ આતંકવાદી ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત વણસી ગયા છે. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા જોવાઈ રહી છે. એકતરફ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. બીજી તરફ, પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે એર સ્પેસ આપવાનો ઇનકાર કર્યો છે. બંને દેશોએ સરહદ પર પોતાના સૈનિકો વધારી દીધા છે. સરહદ પારથી આવતા અવાજો પરથી એવું લાગે છે કે પાકિસ્તાનને ચીનનો સંપૂર્ણ ટેકો છે. જ્ જ્યારે બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુટ્રલ કાર્ડ (તટસ્થ વલણ) રમતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને અમેરિકાની નજીક છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો અમેરિકા અને ચીનનું સ્ટેન્ડ શું હશે? આ સવાલ એવા સમયે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે અમેરિકન ટેરિફનો ભય સમગ્ર વિશ્વ પર અને ખાસ કરીને ચીન પર મંડરાઈ રહ્યો છે. બીજી બાજુ, ચીન અને અમેરિકા બંનેને ભારતીય બજારની જરૂર છે. બંને દેશો સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર $100...
Published On - 9:34 pm, Sun, 27 April 25