
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામના આજે બીજા દિવસે સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં DGMO રાજીવ ઘાઈને એક પત્રકાર દ્વારા યુદ્ધને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પત્રકારએ યુદ્ધ જીતવા અંગે સવાલ કર્યો ત્યારે જવાબમાં રાજીવ ઘાઈએ જણાવ્યું કે, “અડધી રાતે ભારતીય સેનાએ ટ્વિટર પર ઑફિશિયલી લખ્યું કે ‘Justice Served’, એટલે કે પીડિતોને ન્યાય મળ્યો છે.”
Justice is Served.
Jai Hind! pic.twitter.com/Aruatj6OfA
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025
અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે ભારતીય આર્મી દુનિયાની સૌથી વધુ શિસ્તબદ્ધ અને દેશભક્ત આર્મી ગણાય છે, જે હંમેશા ટૂ ધ પોઇન્ટ વાત કરે છે.
ભારતીય આર્મીએ આ ઓપરેશન આતંકવાદીઓને સજા આપવા માટે શરૂ કર્યું હતું. ભારતીય સેના અને એર ફોર્સે મળીને 100થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા અને આશરે 40 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા.
ભારતે ક્યારેય યુદ્ધવિરામની અપીલ કરી નથી. પરંતુ જ્યારે ભારતીય એર ફોર્સે પાકિસ્તાનના અનેક એર બેસને નષ્ટ કર્યા, ત્યારે ડરીને પાકિસ્તાની DGMO એ ભારતને ફોન કરી યુદ્ધવિરામની ભીખ માંગી. આમાંથી સાબિત થાય છે કે ભારત આ યુદ્ધ જીતી ગયા.
એર માર્શલ એકે ભારતીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો ઉદ્દેશ્ય દુશ્મનને યોગ્ય જવાબ આપવાનો હતો અને મૃતદેહોની થેલીઓ ગણવાનો નહોતો. તેમણે કહ્યું કે અમે જે પણ પદ્ધતિઓ અને માધ્યમો પસંદ કર્યા, તેમની દુશ્મન પર ઇચ્છિત અસર પડી. કેટલા માર્યા ગયા? કેટલા ઘાયલ થયા? આ ગણવાનું કામ આપણું નથી. અમારો ઉદ્દેશ દુશ્મનના સ્થળોને નિશાન બનાવવાનો હતો, બોડી બેગ ગણવાનો નહીં. એર માર્શલ ભારતીએ સ્પષ્ટ કર્યું કે ભારતનો ઉદ્દેશ્ય કોઈ બિનજરૂરી વિનાશનો નથી પરંતુ આતંકવાદ સાથે સીધા જોડાયેલા લક્ષ્યોને નષ્ટ કરવાનો છે.
પ્રેસ બ્રીફિંગમાં, એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમે અમારા લક્ષ્યોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધા છે અને અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. ભારતીય સશસ્ત્ર દળો અંગે તેમણે કહ્યું કે આપણા દળો હાલમાં ખૂબ જ ઉચ્ચ ચેતવણી પર છે, અને કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે.
ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એકે ભારતીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો જ્યાં તેને સૌથી વધુ નુકસાન થયું. તેમણે કહ્યું કે ઝડપી, સંકલિત અને સંતુલિત વળતો હુમલો કરીને, અમે સમગ્ર પશ્ચિમી મોરચા પર પાકિસ્તાનના વાયુસેનાના મથકો, કમાન્ડ સેન્ટરો, લશ્કરી માળખાગત સુવિધાઓ અને વાયુ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી. ભારતીય હુમલાઓમાં ચકલાલા, રફીક અને રહીમ યાર ખાન જેવા મહત્વપૂર્ણ એરબેઝનો સમાવેશ થતો હતો. આ પછી, સરગોધા, ભૂલારી અને જેકોબાદ જેવા અન્ય મહત્વપૂર્ણ લશ્કરી મથકો પર પણ હુમલો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે અમારી પાસે આ બધા સ્થળોની દરેક સિસ્ટમને લક્ષ્ય બનાવવાની અને તેનાથી આગળ વધવાની સંપૂર્ણ ક્ષમતા છે.