Covid-19 : ભારતે કોરોનાની એક ડોઝના રસીકરણની સંખ્યામાં અમેરિકાને પાછળ મૂક્યું

|

Jun 05, 2021 | 7:13 PM

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોના(Corona)  રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. જ્યારે સરકારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રસીકરણ(Vaccination)  અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.

Covid-19 :  ભારતે કોરોનાની એક ડોઝના રસીકરણની સંખ્યામાં અમેરિકાને પાછળ મૂક્યું
ભારતે કોરોનાની એક ડોઝના રસીકરણની સંખ્યામાં અમેરિકાને પાછળ મૂકી દીધું

Follow us on

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોના(Corona)  રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. જ્યારે સરકારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રસીકરણ(Vaccination)  અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. નીતી આયોગના સભ્ય ડો. વી.કે.પૉલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ વસ્તીના 43 ટકા લોકો અને 45 વર્ષથી વધુ વસ્તીના 37 ટકા લોકોએ કોરોના(Corona)ની રસી આપવામાં આવી છે.

તાજેતરના આંકડા મુજબ ભારતમાં કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યા વધીને 17. 2 કરોડ  થઈ ગઈ છે, જ્યારે યુ.એસ.માં આ સંખ્યા 16.9 કરોડ  છે. ડો. વી.કે.પૉલે કહ્યું કે કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં અમે અમેરિકાને પાછળ છોડી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે સતત રસીકરણ(Vaccination) અભિયાનમાં સુધારો કરી રહ્યા છીએ અને તેને ઝડપી બનાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં આને વધુ ઝડપી બનાવવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડો. વી.કે.પૉલે કહ્યું કે વૈશ્વિક ડેટાની દ્રષ્ટિએ કોરોનાની બીજી લહેરની અસર ઘટી રહી છે. ભારતમાં દર 10 લાખ વસ્તીમાં 20,519 કોરોના કેસ છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 22,181 કરતા વધારે છે. તેમણે કહ્યું કે જો કોરોના નિયંત્રણ પગલાઓમાં શિથિલતા, કોરોનાથી બચવા યોગ્ય વર્તન અથવા કોરોનાની  રસી આપવામાં નહિ આવે તો કેસ ફરી એક વાર વધી શકે છે.

Published On - 7:07 pm, Sat, 5 June 21

Next Article