એર સ્ટ્રાઈક માટે ખાસ છે અમેરિકાનું 2000 કિલોનું ડ્રોન, જે હવે ભારતને મળશે, જાણો તેની ખાસિયત

|

Jun 15, 2023 | 11:58 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની US મુલાકાતથી ઘણી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, હાલમાં અમેરિકાના સૌથી વધુ ચર્ચિત ડ્રોન વિશે ચર્ચા થઈ રહી છે જે ખૂબ જ પાવરફુલ છે.

એર સ્ટ્રાઈક માટે ખાસ છે અમેરિકાનું 2000 કિલોનું ડ્રોન, જે હવે ભારતને મળશે, જાણો તેની ખાસિયત

Follow us on

હવે થોડા જ દિવસો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાત અગાઉની મુલાકાતોથી સાવ અલગ હશે. વડાપ્રધાન મોદીએ દેશને મજબૂત બનાવવા માટે લીધેલા સંકલ્પને લઈને પીએમ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ વખતે વડાપ્રધાન મોદી માસ્ટરસ્ટ્રોક રમવાના છે. જે શસ્ત્ર સમુદ્રના શિકારી કહી શકાય તે દેશના બેડામાં આવવાનું છે.

આ પણ વાચો: PM Modi America Visit: PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા અમેરિકી નેતાઓમાં ભારે ઉત્સાહ, કહ્યું- ઘણાને ભારતની શક્તિનો પરિચય નથી

સુપરપાવર અમેરિકા પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ વખતે અમેરિકાના 3 મોટા સંગઠનો ભારત સાથે મોટો સોદો કરવા આતુર છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે અમેરિકાથી MQ-9B સી ગાર્ડિયન ડ્રોન માટે ડીલ થઈ શકે છે. ભારતે વર્ષ 2020માં આવા ડ્રોન લીઝ પર લીધા હતા. આ બંને ડ્રોન નેવીના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે ભારતની અમેરિકા સાથે મોટા પાયે ડીલ થઈ શકે છે.

મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
શરીરમાં Gas કે Acid Reflux ના 5 સૌથી મોટા કારણ, જાણી લો
5,000 રૂપિયાના માસિક રોકાણ કરી, 2 કરોડ રૂપિયા ભેગા કરવાની રીત જાણી લો
Vastu Tips : ઘરના મુખ્ય દ્વાર પર અરીસો લગાવવો જોઈએ ?
World Diabetes Day : કેવી રીતે ખબર પડે કે ડાયાબિટીસ થઈ ગઈ છે? જાણો એક્સપર્ટ પાસેથી

અમેરિકા પણ ડ્રોન ડીલ માટે આતુર

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે આ દેશ કોઈપણ કિંમતે પોતાના હિત સાથે સમજૂતી કરવાનો ઈરાદો નથી. આનો સીધો અર્થ એ થયો કે અમેરિકા સાથે ડીલ દરમિયાન ભારત તેના હિતોની પણ વાત કરશે. મોટી વાત એ છે કે ભારતને આ ડ્રોનની જરૂર કરતાં અમેરિકા ભારત સાથે ડ્રોન ડીલ કરવા માટે વધુ ઉત્સુક છે.

આ ડ્રોન અમેરિકી કંપની જનરલ એટોમિક્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા સાથેના આ સોદામાં કેટલીક મુશ્કેલીઓ હતી. ભારત આ ડ્રોનની ડીલ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માંગે છે અને આ ડ્રોનના ઘણા ભાગો ભારતમાં જ બનાવવા માંગે છે, અમેરિકા અત્યાર સુધી તેના માટે તૈયાર નહોતું. પરંતુ જો સૂત્રોનું માનીએ તો પીએમ મોદીની મુલાકાત દરમિયાન આ ડીલની પુષ્ટી થવાની પૂરી સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અન્ય એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારત દરેક વસ્તુમાં શ્રેષ્ઠ ઇચ્છે છે. પછી તે હથિયારો હોય, ફાઈટર જેટ હોય કે ડ્રોન હોય. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ભારત માટે આ શ્રેષ્ઠ ડ્રોન પોતાની સાથે રાખવું કેટલું જરૂરી છે.

કેટલું ખાસ છે MQ-9B સી ગાર્ડિયન ડ્રોન

ઓલ વેધર ડ્રોન, 40 કલાકની નોનસ્ટોપ ફ્લાઇટ, 40,000 ફૂટની ઉંચાઈ પર ઉડવા માટે સક્ષમ, મેરીટાઇમ રડાર સિસ્ટમથી સજ્જ, એન્ટી સબમરીન વોરફેર કીટથી સજ્જ, સ્પીડ 2222 કિમી. પ્રતિ કલાક છે.

આ રીતે સમજો અમેરિકાની ઉત્સુકતા

5 જૂને અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મુલાકાત કરી હતી. આ પછી 14 જૂને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાન મળ્યા હતા. આ દરમિયાન જેક સુલિવાન વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળ્યા છે. આ તસવીરોથી સ્પષ્ટ છે કે અમેરિકા આ વખતે ભારતના પીએમની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જયશંકરે ટ્વીટમાં કહ્યું છે કે આ બેઠકનો હેતુ પીએમ મોદીના યુએસ પ્રવાસ માટે રોડમેપ તૈયાર કરવાનો હતો. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને પણ ભારત સાથે સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મુક્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:53 am, Thu, 15 June 23

Next Article