India China Tension: ચીનને પહોંચી વળવા સેનાનો મોટો નિર્ણય, PAK સીમાએથી LAC મોકલવામાં આવ્યું લશ્કર

|

May 16, 2022 | 9:22 AM

India China standoff: ચીનને (China) પહોંચી વળવા ભારતી સેનાએ (Indian Army) મોટો નિર્ણય કર્યો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ઉપર ભારતીય ફોજે બેજિંગના વધતા ખતરા સામે આક્રમક વલણ અપનાવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે ચીન સીમા પર પહેલા કરતા વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે.

India China Tension: ચીનને પહોંચી વળવા સેનાનો મોટો નિર્ણય, PAK સીમાએથી LAC મોકલવામાં આવ્યું લશ્કર
Indian Army

Follow us on

Indian Army divisions assigned towards china border: ભારત- ચીન (China) સીમા વિવાદ વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેના લડાખ (ladakh)સેક્ટરની મુલાકાત બાદ  આ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ અંગે મોટું પગલું લેવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સીમા પર હવે સેનાના 6 ડિવિઝનને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આ ફોજ પહેલા આતંકવાદી વિરોધી ભૂમિકાઓ (Anti-terrorist role)માં પાકિસ્તાનના મોર્ચે દેખરેખ કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. આ પગલું ચીન સીમા ઉપર વધતા ખતરાને જોતા વાસ્તિવક નિયંત્રણ રેખા પર સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્યું છે.

ચીનને આકરો સંદેશ

ચીનને (China) પહોંચી વળવા ભારતી સેનાએ (Indian Army) મોટો નિર્ણય કર્યો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ઉપર ભારતીય ફોજે બેજિંગના વધતા ખતરા સામે આક્રમક વલણ અપનાવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે ચીન સીમા પર પહેલા કરતા વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાછલા બે વર્ષોમાં આ પુર્નસંતુલન અને ફરીથી સંગઠન કર્યા બાદ સેનાના બે ડિવીઝન એટલે કે લગભગ 35,000 સૈનિકોએ આતંકવાદ વિરોધી ભૂમિકા ને બદલે ચીનની સીમા પર તૈનાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રાષ્ટ્રીય રાઇફલ્સના ડિવિઝનને જમ્મુ -કાશ્મીરમાંથી આતંકવાદ વિરોધી ભૂમિકામાંથી હટાવીને પૂર્વ લડાખ સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૂત્રોએ જણાવ્યું હતું કે તેજપુર સ્થિત ગજરાજ કોર અંતર્ગતચ આસામ એક ડિવિઝનને તેની ઉગ્રાવદ વિરોધી ભૂમિકામાંથી હટાવી લેવામાં આવી છે હવે તેનું કામ પૂર્વોત્તર ચીનની સીમાની દેખભાળ કરવાનું છે. સેનાનો કાફલામાં કાપ મૂક્યા બાદ આસામમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં હવે કોઈ સેના એકમ સામેલ નથી.

જણાવી દઈએ કે લડાખ સેક્ટરમાં બે વર્ષ પહેલા બારતીય ફોજની ચીનીસેના સાથે અથડામણ થઈ હતી. ત્યાર બાદત્આં કાઉન્ટર ટેરરિસ્ટ રાષ્ટ્રીય રાઇફલ ફોર્સની વધારાની તૈનાતી સાથે 3 ડિવિઝનને મજબૂત કરવામાં આવ્યા છે.

રણનિતિક બદલાવ

તે ઉપરાંત 17 માઉન્ટેન સ્ટ્રાઇક કોર્પ્સ પહેલા લડાખ સેકૉરમાં કામ કરતી હતી પરંતુ ફક્ત પૂર્વોતર સુધી સીમિત છે. તેને ઝારખંડમાંથી બહાર એક ડિવીઝન આપવામાં આવ્યું છે. આ ડિવિઝન પહેલા પશ્ચિમી મોર્ચે હવાઈ હુમલાના સંચાલનનું કામ કરતું હતું. તો ઉત્તર પ્રદેશ સ્થિત સેનાના 2 ડિવિઝનને પણ હવે લડાખ થિેયેટર માટે ઉત્તરી કમાનને સોંપવામાં આવ્યા છે. તો ઉતરાખંડ સ્થિત એક સ્ટ્રાઇક કોરના ડિવિઝનને આખા સેન્ટ્રલ કમાંડને સોપવામાં આવ્યું છે. જયાં ચીની સેના ઘણી વાર સીમાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પૂર્વ લડાખ સ્થિત દુર્ગમ વિસ્તારની મુલાકાતે હતા .ત્યારે જનરલ પાંડે એ દેશની સૈન્ય સ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ LAC પર હાજર સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રાના કેૉટલાક દિવસ બાદ જનરલ પાંડેએ નિવેદન કર્યું હતું કે ચીનનો ઇરાદો ભારત સાથે સીમા વિવાદ યથાવત રાખવાનો છે.

 

Next Article