ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે 2+2 મંત્રિસ્તરીય બેઠક આજ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા, જાણો સમગ્ર વિગત

|

Sep 11, 2021 | 7:38 AM

India-Australia 2+2 ministerial Dialogue 2021: આર્થિક સુરક્ષા, સાયબર, કલાઇમેટ, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે 2+2 મંત્રિસ્તરીય બેઠક આજ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા, જાણો સમગ્ર વિગત
India-Australia to hold 2+2 ministerial dialogue

Follow us on

India-Australia 2+2 ministerial Dialogue: ભારત આજે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સાથે પ્રથમ 2+2 મંત્રી મંત્રણા (2+2 Ministerial Dialogue) નું આયોજન કરશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પાયને (Australian Foreign Minister Marise Payne) અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી પીટર ડટન ( Defence Minister Peter Dutton), વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S Jaishankar) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) ને મળશે.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સાંજે 4.30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને તેમના નિવાસસ્થાને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયા સાથે 2+2 વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય છેલ્લા કેટલાક વર્ષોમાં આપણાં સંબંધોમાં થયેલા ફેરફારને દર્શાવે છે.

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પાયને સવારે 10:30 કલાકે હૈદરાબાદ હાઉસ ખાતે જયશંકરને મળશે. તેઓ બપોરે 3 વાગે મુથમ્મા હોલ, જવાહરલાલ નહેરુ ભવનમાં પત્રકાર પરિષદમાં પણ હાજરી આપશે. આ સમયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ઐતિહાસિક ઊંચાઈ પર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા
મંત્રીઓ આર્થિક સુરક્ષા, સાયબર, કલાઇમેટ, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શુક્રવારે દિલ્હીમાં સ્વતંત્ર ગ્લોબલ થિંક-ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) માં એક કાર્યક્રમમાં બોલતા, પાયને જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીના પ્રથમ વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આ જમીની સ્તરે દેખાય છે.

આ વસ્તુઓ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારનો આધાર બની રહી છે. પાયને કહ્યું કે વ્યૂહાત્મક સ્પર્ધાની દ્રષ્ટિએ, તે સમયસર છે કે અમે (ભારત અને ઓસ્ટ્રેલિયા) એક સામાન્ય અભિગમ અને પૂરક બંનેને ધ્યાનમાં લઈએ જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારા સહકારનો આધાર બનાવે છે.

ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે
પાયને ભાર પૂર્વક જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તે ઉભરતી ટેકનોલોજીનું મુખ્ય બજાર બની ગયું છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા આપત્તિ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતની પહેલમાં 10 મિલિયન ડોલરનું યોગદાન આપશે. તેમણે કહ્યું કે કોરોના મહામારીએ શિક્ષણના ક્ષેત્રમાં જોડાણ ખોરવી નાખ્યું છે. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયા જલદીથી ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશમાં લાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે.

 

આ પણ વાંચો: VADODARA : વડોદરા મહાનગર પાલિકા મંડળોના સ્થાપિત શ્રીજીના વિસર્જન માટે ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 11 સપ્ટેમ્બર: વર્તમાન સ્વભાવમાં થોડું પરીવર્તન જરૂરી, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ

Next Article