AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખડગેએ સીમાંકન બિલને લોકશાહી માટે ખતરો ગણાવ્યું, જુઓ Video

Breaking News : ખડગેએ સીમાંકન બિલને લોકશાહી માટે ખતરો ગણાવ્યું, જુઓ Video

| Updated on: Nov 28, 2026 | 2:44 PM
Share

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીમાંકન બિલને સત્તા કબજે કરવાનો પ્રયાસ અને લોકશાહી માટે ખતરો ગણાવ્યો છે. INDI ગઠબંધનના નેતાઓએ સંસદના વિશેષ સત્ર પહેલાં એક બેઠકમાં આ બિલ પર ચર્ચા કરી.

સંસદના વિશેષ સત્ર પહેલાં ભારતીય રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા માટે INDI ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં Delimitation Bill અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના નેતાઓએ સીમાંકન બિલને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ આ બિલને સત્તા પર કબજો કરવાનો પ્રયાસ ગણાવી લોકશાહી માટે ખતરો હોવાનું જણાવ્યું હતું. ખડગેએ આક્ષેપ કર્યો કે સરકાર તમામ સત્તાઓ પોતાના હાથમાં લેવા માંગે છે અને સંખ્યાબળ વધારવા માટે રાજકીય પક્ષોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે Delimitation Billમાં SC અને ST સમુદાયના હિતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું નથી. ખડગેના મતે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા તેમની વસ્તીના પ્રમાણમાં વધવી જોઈએ. આ બેઠકમાં RJD, TMC, IUML અને RSP સહિતના પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.

વસ્તીના આધારે ગુજરાતને મળશે માત્ર 1 બેઠક, જ્યારે 50% ફોર્મ્યુલાથી 13 બેઠકોનો થઈ શકે વધારો 

Published on: Nov 28, 2026 02:32 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">